Damanganga Times.

Damanganga Times.

August 17, 2026

તીસ્કરીમાં તાલુકા કક્ષાના ૮૦મા સ્વતંત્રતા પર્વની ઉજવણી

તીસ્કરીમાં તાલુકા કક્ષાના ૮૦મા સ્વતંત્રતા પર્વની ઉજવણી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ
ધરમપુર, તા. ૧૬ ઃ ધરમપુર તાલુકાના તીસ્કરી ખાતે ૮૦મા તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ગૌરવપૂર્ણ અને દેશભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મામલતદાર હાર્દિક ઍમ. ધોળીયાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌઍ રાષ્ટ્રગાન સાથે દેશ પ્રત્યેની પોતાની ફરજ અને જવાબદારીનું સ્મરણ કર્યું હતું.
  આ પ્રસંગે મામલતદાર હાર્દિક ઍમ. ધોળીયાઍ જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય દિન દરેક ભારતીય માટે ગૌરવ અને ભાવનાનો વિશેષ દિવસ છે. લાંબા સમયની અંગ્રેજી ગુલામીમાંથી દેશને આઝાદી અપાવવા અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓઍ પોતાનું જીવન અને સર્વસ્વ ન્યોછાવર કર્યું હતું. તેમણે મહાત્મા ગાંધી, શહીદ ભગતસિંહ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, લાલા લજપતરાય અને રામપ્રસાદ બિસ્મિલ સહિતના તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.  કાર્યક્રમ દરમિયાન રાજપૂરી જંગલના ચંપક ધનગારીયા સહિત આશરે ૮ જેટલા યુવાનોને ચોમાસાની પરિસ્થિતિ દરમિયાન ૧૦૦થી વધુ લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવા બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ધરમપુરના તુંબી ગામે પાણીમાં ડૂબી ગયેલી ઈકો કારમાં સવાર અજયની શોધખોળ કામગીરીમાં જોડાયેલી નગરપાલિકા ફાયર બ્રિગેડ ટીમના જવાનોને પણ તેમની કામગીરી બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાણીના વહેણમાં તણાઈ રહેલી બાળકીનો અદભુત રીતે જીવ બચાવનાર બાલુભાઈ ચૌધરીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ કેળવણીની પ્રાથમિક શાળાની બાળવૈજ્ઞાનિક ગુજરાત નું નામ રોશન કરનાર પ્રિયાંશી થોરાતનુ પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતું  શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી તેમજ લ્ત્ય્ કામગીરીમાં વિશિષ્ટ યોગદાન આપનાર શિક્ષકોનું પણ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.   આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ શાળા પરિસરમાં મામલતદાર ઍચ.ઍમ ધોળીયા સહિત ઉપસ્થિત મહાનુભવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શકુંતલાબેન ચૌધરી, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન મણીલાલભાઈ ગાવીત, જિલ્લા પંચાયત સભ્ય પ્રતાપ પટેલ,  જિલ્લા પંચાયત સભ્ય ઊર્મિલાબેન બિરારી, પૂર્વ જિલ્લા મહામંત્રી ગણેશભાઈ બિરારી, સરપંચ દિનેશભાઈ, નાયબ મામલતદાર દિવ્યેશભાઇ કેદારીયા, તાલુકા પંચાયતના સભ્ય, અશોકભાઈ દીવા, સહિત શાળાના આચાર્યો, શિક્ષકો અને વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્ના હતા.
કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક દિનેશભાઈ ઍ કર્યું હતું તેમજ મામલતદાર કચેરીના કર્મચારીઓનો સહયોગ રહ્ના હતો તે ઉપરાંત ધરમપુરમાં મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર  સંદિપભાઈ દેસાઈના હસ્તે, તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ શકુંતલાબેન ચૌધરીના હસ્તે ,વનરાજ કોલેજ ખાતે જીવાભાઇ આહીરના હસ્તે, ઍસઍમઍસઍમ હાઇસ્કુલ ખાતે નગરના અગ્રણી વસંતભાઈ કોટકના હસ્તે, આસુરા હાઇસ્કુલ ખાતે ધરમપુર સેવા મંડળના પ્રમુખ ચુનીભાઈ પટેલના હસ્તે, રાધાબા વિદ્યાલય ખાતે શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની ડો. નેહા તિવારીના હસ્તે, પાલિકા સ્કૂલ ખાતે પાલિકાના સદસ્ય  જીગ્નેશભાઈ પટેલના હસ્તે, પાલિકા કચેરી ખાતે ઉપપ્રમુખ ઉમાબેન ભોયાના હસ્તે ધ્વજ વંદન કરાયું હતું.