વાપીમાં શૈલેષ પટેલ હત્યા પ્રકરણના આરોપીની જામીન નામંજુર
- byDamanganga Times
- 17 August, 2026
વાપી, તા.૧૬ ઃ વાપીના શૈલેષ પટેલ ઉપર પિસ્તોલથી બે રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા કરવાના ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપીની જામીન અરજી નામંજૂર કરી છે.
કેસના મુખ્ય આરોપી અજય ઉર્ફે ગુડ્ડુ સતીરામ યાદવ, રહે. આઝમગઢ, ઉત્તર પ્રદેશની વલસાડ ન્ઘ્ગ્ પોલીસે ધરપકડ કરી હતી. આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ થયા બાદ તેણે પ્રથમ વખત રેગ્યુલર જામીન અરજી કરી હતી. આરોપીના વકીલે પેરીટીના સિદ્ધાંત હેઠળ દલીલ કરી હતી કે અન્ય આરોપીઓ જામીન ઉપર મુક્ત થયા છે, તેથી પોતાને પણ જામીન મળવા જોઈઍ. જોકે સરકારી વકીલ ડી.જી.પી. અનિલ ત્રિપાઠીઍ કોર્ટ સમક્ષ મજબૂત દલીલો કરી હતી.
