Damanganga Times.

Damanganga Times.

August 17, 2026

ગણદેવી હાઈવે પર દોડતી કારમાં આગ ભભૂકી

ગણદેવી હાઈવે પર દોડતી કારમાં આગ ભભૂકી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા.૧૬ઃ નેશનલ હાઇવે નં.૪૮ ઉપર મુંબઈ થી સુરત તરફ જતા ટ્રેક ઉપર રવિવાર સવારે ૮ઃ૩૦ કલાક નાં અરસામાં માં દોડતી કારમાં ગણદેવી તાલુકાના ઍંધલ ગામે મેનગોનીઝ વીલા સામે ઍકાઍક આગ ભભૂકી ઉઠી હતી.જોકે ચાલક ની સમયસૂચકતા ને પગલે કાર માં સવાર તમામ ચાર પ્રવાસીનો ચમત્કારિક બચાવ થયો હતો. ગણદેવી નગરપાલિકા ફાયર ફાટર ટીમે ગણતરી ના સમય માં આગ કાબુ કરી હતી. માર્ગ ઉપર ર્બનિંગ કાર ને કારણે ટ્રાફિક થંભી ગયો હતો. અને લોકટોળા ઍકત્ર થયાં હતાં.
મુંબઈ થી અમદાવાદ તરફ જતા ટ્રેક ઉપર બીઍમડબ્લ્યુ કાર નં. ઍમ ઍચ ૦૨ ઇઝેડ ૬૫૭૦ પસાર થઈ રહી હતી. તે વેળા ગણદેવી નાં ઍંધલ ગામ ની સીમ માં મેન્ગોનીઝ વીલા સામે ઍકાઍક આગ લાગી હતી. ચાલક ઍ સમયસૂચકતા વાપરી કાર ને રોડ સાઇડે ઉભી રાખી હતી. જેને પગલે તમામ નો આબાદ બચાવ થયો હતો. જોકે તે બાદ આગનાં વિકરાળ સ્વરૂપમાં કાર ભસ્મીભૂત થઈ હતી. ગણદેવી નગરપાલિકા ફાયર ફાયટર પિનલભાઈ પટેલ અને ટીમ ઍ ગણતરી ની સમય માં આગ કાબુ માં લીધી હતી. જોકે સાંજ સુધી કોઇ ફરીયાદ નોંધાઇ નથી.