Damanganga Times.

Damanganga Times.

August 17, 2026

વાપી મનપામાં દેશભક્તિ અને ગૌરવભેર સ્વતંત્ર પર્વની ઉજવણી

વાપી મનપામાં દેશભક્તિ અને ગૌરવભેર સ્વતંત્ર પર્વની ઉજવણી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૬ ઃ વાપી મહાનગરપાલિકા ખાતે દેશના ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની દેશભક્તિ અને રાષ્ટ્રગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના મેયર દક્ષાબેન પટેલના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ડેપ્યુટી મેયર મિતેશ દેસાઈ, સતીશભાઈ પટેલ, ચૂંટાયેલા કાઉન્સિલરો, મ્યુનિસિપલ કમિશનર ઍન.ઍફ. ચૌધરી (ત્ખ્લ્), ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કિરણસિંહ રાણા, મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ, મોટી સંખ્યામાં નગરજનો, શાળાના બાળકો તેમજ વ્હોરા સમાજના અગ્રણીઓ પોતાના બેન્ડ સાથે ઉપસ્થિત રહ્ના હતા.
વ્હોરા સમાજના બેન્ડ દ્વારા રજૂ કરવામાં આવેલા દેશભક્તિના સંગીતથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયું હતું. ધ્વજવંદન બાદ ઉપસ્થિત સૌઍ દેશની આઝાદી માટે બલિદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓ તથા દેશની સુરક્ષા માટે શહીદ થયેલા વીર જવાનોને હૃદયપૂર્વક નમન કર્યું હતું.
આ પાવન અવસરે સ્વચ્છ, સુંદર અને વિકસિત વાપી તથા મજબૂત, સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યથાશક્તિ યોગદાન આપવાનો સૌઍ સંકલ્પ કર્યો હતો.
વાપી મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વાતંત્ર્ય દિવસની આ ઉજવણીમાં દેશભક્તિ, રાષ્ટ્રગૌરવ અને વિકાસનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો.