Damanganga Times.

Damanganga Times.

August 17, 2026

વશિયર-નાનકવાડા બ્રિજ મામલે યુથ કોîગ્રેસની રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી

વશિયર-નાનકવાડા બ્રિજ મામલે યુથ કોîગ્રેસની રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી


વલસાડ, તા. ૧૬ ઃ વલસાડ તાલુકાના વશિયર અને નાનકવાડાને જોડતા નવનિર્મિત બ્રિજ અંગેનો વિવાદને લઈ  ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ ડૉ. પ્રવિણસિંહ વણોલે ઍક પત્રકાર પરિષદ યોજીને સ્થાનિક તંત્ર, ભાજપના નેતાઓ અને જિલ્લા કલેક્ટર સામે આકરા પ્રહારો કર્યા હતા અને આ મુદ્દે રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે. પત્રકાર પરિષદમાં ડૉ. વણોલે આક્ષેપ કર્યો હતો કે, નેતાઓ અને તેમના મળતિયાઓના અંગત ફાયદા માટે જનતાના ટેક્સના કરોડો રૂપિયા ખર્ચીને ઍવો બ્રિજ બનાવી દેવાયો છે.
જ્યાં કોઈ અવરજવર જ નથી. બીજી તરફ, ધરમપુર અને કપરાડા જેવા આદિવાસી વિસ્તારોમાં પાકા રસ્તાના અભાવે લોકોને અંતિમક્રિયા માટે પણ કેડસમા પાણીમાંથી પસાર થવું પડે છે. બ્રિજના બાંધકામ અને તેની ઉપયોગિતા અંગે કોંગ્રેસ દ્વારા વારંવાર રજૂઆતો અને ય્વ્ત્ કરવા છતાં તંત્ર તરફથી કોઈ સ્પષ્ટ ઉત્તર આપવામાં આવ્યો નથી. યોગ્ય જવાબ ન મળતાં યુથ કોંગ્રેસના કાર્યકરો મિત  દેસાઈ અને રાહિલ શેખે ૧૧ તારીખે ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું, જે પૂર્ણ થતાં ૧૩ તારીખથી અનિડ્ઢિત મુદતની ભૂખ હડતાલ શરૂ કરી છે. કોંગ્રેસે માંગ કરી છે કે જિલ્લા કલેક્ટર પોતે પત્રકાર પરિષદ બોલાવી સમગ્ર મામલે જનતા સમક્ષ ખુલાસો કરે. આગામી  ૧૭ ઓગસ્ટના રોજ   સમગ્ર રાજ્યમાંથી યુથ કોંગ્રેસના કાર્યકરો વલસાડ કચેરીઍ ઉમટી પડશે અને તંત્રને આવેદનપત્ર પાઠવશે.