Damanganga Times.

Damanganga Times.

August 17, 2026

કરવડમાં ડેટિંગ ઍપ લૂંટ પ્રકરણના ત્રણ આરોપી ઝડપાયા

કરવડમાં ડેટિંગ ઍપ લૂંટ પ્રકરણના ત્રણ આરોપી ઝડપાયા


વાપી, તા.૧૬ ઃ ગત ૧૨ ઓગસ્ટના રોજ ઍક યુવકને મોબાઈલ ફોન ઉપર ડેટિંગ ઍપ મારફતે સંપર્ક થયો હતો અને તેને વાપી જીઆઇડીસી નજીકના ડુંગરા ખાતે આવેલા પેટ્રોલ પંપ પાસે બોલાવી અંધારામાં ત્રણ ઈસમ હોય તેને ધક ધમકી આપી ૧૪૦૦૦ રૂપિયા લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા જે અંગેની જાણ ડુંગરા પોલીસમાં કરાતા ડુંગરા પોલીસ વિભાગની ટીમે તાત્કાલિક સીસીટીવી કેમેરા અને બાદમીદારોના સંપર્કને લઇ ત્રણ આરોપીને ઝડપી પાડી લૂંટાયેલી રકમ રિકવર કરાય છે. જેમાં ઝડપાયેલા આરોપીઓમાં શાહબાઝ અબ્દુલ અજીજ ચૌધરી (ઉં.વ. ૧૯), ઝહીર સમીઉલ્લાહ ખાન (ઉં.વ. ૨૦) અને જવાહર રામનરેશ યાદવ (ઉં.વ. ૧૯)નો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને હાલ વાપીના કરવડ વિસ્તારમાં રહે છે. પોલીસે તેમની પાસેથી લૂંટાયેલા તમામ ૧૪,૦૦૦ રિકવર કરીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.