Damanganga Times.

Damanganga Times.

August 17, 2026

વાપીથી કુંતા સુધીની તિરંગા કાવડ યાત્રા યોજાઈ

વાપીથી કુંતા સુધીની તિરંગા કાવડ યાત્રા યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૬ ઃ શ્રી સાલાસર બાલાજી પ્રચાર મંડળ દ્વારા ૧૫ ઓગસ્ટના રોજ વાપીમાં ભવ્ય તિરંગા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપી જીઆઈડીસી સ્થિત અંબા માતા મંદિરથી કુંતા ના કુંતેશ્વર મહાદેવ મંદિર સુધી યોજાયેલી આ તિરંગા કાવડ યાત્રાને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.તિરંગાની આન, બાન અને શાન સાથે ભક્તિભાવપૂર્વક નીકળેલી આ યાત્રામાં ‘હર હર મહાદેવ’ અને ‘ભારત માતા કી જય’ના ગગનભેદી જયઘોષથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિ અને શિવભક્તિના રંગે રંગાઈ ગયું હતું. કાવડિયાઓ અને શ્રદ્ધાળુઓમાં યાત્રા દરમિયાન ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે વાપી મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર મિતેશભાઈ દેસાઈ, સ્થાયી સમિતિના ચેરમેન સતિષભાઈ પટેલ, વાપી શહેર ભાજપ પ્રમુખ મનીષ દેસાઈ તેમજ ભાજપ અગ્રણી અને રાજસ્થાની સમાજના આગેવાન બી.કે. દાયમા વાપી મહાનગરપાલિકાના સભ્ય મનીષાદાયમાં  દિનેશભાઈ ડાયમા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્ના હતા. તિરંગા કાવડ યાત્રામાં રાજસ્થાની સમાજની બહેનો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. રાષ્ટ્રપ્રેમ અને શિવભક્તિના અનોખા સંગમ સમી આ યાત્રા અંબા માતા મંદિરથી કુન્ટેશ્વર મહાદેવ મંદિર સુધી ઉત્સાહભેર આગળ વધી હતી.