Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

છરવાડા ગામે કાર અડફટે વૃધ્ધાને ગંભીર ઈજા

છરવાડા ગામે કાર અડફટે વૃધ્ધાને ગંભીર ઈજા


વલસાડ, તા. ૧૪ ઃ વલસાડ તાલુકાનાં છરવાડા કકવાડા ફળીયામાં  રહેતા અને અતુલ કંપનીમાં નોકરી કરતા શિરીષભાઈ પટેલના ૬૦ વર્ષીય માતા ગંગાબેન છીબુભાઈ પટેલ સવારે ૯ઃ૩૦ કલાકે  વલસાડના છરવાડા ગામના દંતરાય ફળીયા શિવ મંદિર પાસેના કોસ્ટલ રોડ પરથી ખેતરે જઈ રહ્ના હતાં. તે દરમિયાન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવેલી ઍક ઈકો કાર નંબર ઃ  ઞ્થ્-૧૫-ખ્ઝ઼-૨૯૧૮ના અજાણ્યા ચાલકે ગંગાબેનને ટક્કર મારી હતી. અકસ્માતમાં ગંગાબેનને માથાના કાપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી  તેમજ પગ તથા શરીરે મૂઢ માર વાગ્યો હતો. બનાવની જાણ થતાં જ ગામના સ્થાનિક યુવાનો  દ્વારા ૧૦૮ ઍમ્બ્યુલન્સ બોલાવી તેમને તાત્કાલિક વલસાડ માં  સારવાર માટે લઈ જવાયા હતાં. પ્રાથમિક સારવાર બાદ ગંગાબેનની સ્થિતિ નાજુક હોવાથી અને તેઓ બેભાન હોવાથી વધુ સારવાર અર્થે તેમને વલસાડ ડૉક્ટર હાઉસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.