Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

વાપીમાં પેથોલોજી ઈન્ચાર્જની સ્ટાફ યુવતી સાથે છેડતીથી ચકચાર

વાપીમાં પેથોલોજી ઈન્ચાર્જની સ્ટાફ યુવતી સાથે છેડતીથી ચકચાર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૧૪ ઃ વાપી ગુંજન વિસ્તારની ઍક ખાનગી હોસ્પિટલમાં પેથોલોજી વિભાગના ઈન્ચાર્જ દ્વારા ઈન્ટર્નશિપ કરતી યુવતીની છેડતી કરવાનો બનાવ સામે આવતા ભારે ચકચાર મચી છે.

પ્રા માહિતી મુજબ પીડિત યુવતી છેલ્લા ૧૫ દિવસથી આ હોસ્પિટલમાં ઈન્ટર્નશિપ માટે જોડાઈ હતી. ફરિયાદ છે કે હોસ્પિટલના પેથોલોજી વિભાગના ઈનચાર્જે યુવતી સાથે અયોગ્ય વર્તન કરી છેડતી કરી હતી. આથી ડઘાઈ ગયેલી યુવતીઍ સ્થળ પર જ આરોપીને તમાચા ચોડી દીધા હતાં. 

યુવતીઍ તુરંત જ આ અંગે પરિવારના સભ્યોને જાણ કરી હતી. પરિવારજનો હોસ્પિટલ પહોંચી ગયા હતા અને આરોપી સાથે બોલાચાલી બાદ મારામારી કરી હતી. હોસ્પિટલમાં થોડા સમય માટે તંગદિલીનું વાતાવરણ સર્જાયું હતું.

ઘટનાની જાણ વાપી પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. મોડી સાંજ સુધી પોલીસે બંને પક્ષોના નિવેદનો નોંધીને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.