Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

આજે નવરચિત નાનાપોîઢામાં જિલ્લા કક્ષાનું સ્વાતંત્ર્ય પર્વ

આજે નવરચિત નાનાપોîઢામાં જિલ્લા કક્ષાનું સ્વાતંત્ર્ય પર્વ


(દમણગંગા ટાઈમ્સ)

વલસાડ, તા. ૧૪ ઃ વલસાડ જિલ્લાના નવરચિત નાનાપોંઢા તાલુકા ખાતે તા. ૧૫ ઓગસ્ટે ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી સવારે ૯ઃ૦૦ વાગે રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં થશે. જેની તમામ તૈયારીઓ પૂર્ણ થતા તા. ૧૪ ઓગસ્ટે સવારે ૯ કલાકે જિલ્લા કલેકટર નીતિન સાંગવાન અને જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં રિયલ ટાઈમ રિહર્સલ કરાયું હતું.  નાગરિકો સરળતાથી પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળી શકે વહીવટીતંત્ર દ્વારા સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.