Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

ફલધરાની મા. શાળામાં શૌચાલયોનું લોકાર્પણ કરાયું

ફલધરાની મા. શાળામાં  શૌચાલયોનું લોકાર્પણ કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૩ ઃ વલસાડનાં    ફલધરા ગામની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની સુવિધા અને સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને અતુલ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા નિર્માણ કરાયેલા પાંચ શૌચાલયોનું અતુલ કંપનીનાં જનરલ મેનેજર  ગૌતમભાઈ દેસાઈ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે અતુલ કંપનીનાં અધિકારીઓ, શાળાનાં આચાર્ય સરસ્વતીબેન, જિલ્લા પંચાયત સભ્ય જિજ્ઞાબેન,ગામનાં સરપંચ ઈલેશભાઈ, શાળાનાં મંડળનાં પ્રમુખ  ધીરુભાઈ, શાળાનાં શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતાં. શાળાનાં આચાર્ય  સરસ્વતીબેને અતુલ કંપની અને અતુલ ફાઉન્ડેશન સંસ્થાનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે અતુલ કંપની દ્વારા આપવામાં આવેલી આ સુવિધાથી શાળાનાં વિદ્યાર્થીઓને ખૂબ જ ફાયદો થશે. તેમને સ્વચ્છ અને સુવિધાયુક્ત વાતાવરણ મળશે તેમજ તેમના આરોગ્ય અને દૈનિક જીવનમાં સકારાત્મક ફેરફાર આવશે.  શાળાનાં આચાર્ય અને શિક્ષકગણ તેમજ વિધાર્થીઓઍ આવી સારી સુવિધા આપવા બદલ સંસ્થા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.