Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

ધગડમાળની ઈગ્લિશ મીડિયમ સ્કુલ સામે ગેરરીતીની રજુઆત બાદ તપાસના આદેશ

ધગડમાળની ઈગ્લિશ મીડિયમ સ્કુલ સામે ગેરરીતીની રજુઆત બાદ તપાસના આદેશ


વલસાડ, તા. ૧૩ ઃ વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવેલ ધગડમાળ ગામની કે.બી.આર. ઈંગ્લિશ મીડિયમ સ્કૂલની માન્યતા અને તેમાં ચાલતી ગેરરીતિઓ બાબતે ઉચ્ચ સ્તરે તપાસના આદેશ છૂટતાં શિક્ષણ આલમમાં ખળભળાટ મચી ગયો છે. વિસ્તારના ઍક અરજદારે  તા. ૦૪/૦૬/૨૦૨૬ના રોજ શાળાની માન્યતા અને વિવિધ ગેરરીતિઓ અંગે ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ગંભીરતાથી લઈને ગાંધીનગર સ્થિત નાયબ શિક્ષણ નિયામક દ્વારા વલસાડના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી  (જિલ્લા શિક્ષણ સમિતિ) ને તાત્કાલિક ધોરણે નિયમાનુસાર કાર્યવાહી કરવા પત્ર પાઠવવામાં આવ્યો છે.
ગાંધીનગર કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ રજૂઆત પરત્વે યોગ્ય ચકાસણી કરી તાત્કાલિક ધોરણે નિયમાનુસાર તપાસ હાથ ધરવી. તેમજ આ અંગેનો તપાસ અહેવાલ  ગાંધીનગર કચેરીને તથા રજૂઆત કરનાર અરજદારને મોકલી આપવા માટે સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે. આ આદેશ બાદ હવે વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે અને તપાસમાં શું બહાર આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.