Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

નાનાપોઢા અને કપરાડામાં ‘હર ઘર તિરંગા’ યાત્રા યોજાઈ

નાનાપોઢા અને કપરાડામાં ‘હર ઘર તિરંગા’ યાત્રા યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીવલ, તા. ૧૩ ઃ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રસરાવવા નાનાપોઢા અને કપરાડા તાલુકામાં ‘હર ઘર તિરંગા’ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની આગેવાની હેઠળ યોજાયેલી યાત્રામાં સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, સ્થાનિક આગેવાનો, સામાજિક કાર્યકરો, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. તિરંગા યાત્રામાં લોકો હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને ઉત્સાહભેર જોડાયા હતા. ભારત માતા કી જયના નારા સાથે સમગ્ર વિસ્તાર દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો. વિવિધ શાળાના વિદ્યાર્થીઓઍ શિસ્તબદ્ધ રીતે યાત્રામાં ભાગ લીધો હતો. વરસાદી માહોલ વચ્ચે પણ વિદ્યાર્થીઓ અને નાગરિકોના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નહોતો. યાત્રા દરમિયાન આગેવાનો અને અધિકારીઓઍ લોકોને પોતાના ઘરો પર તિરંગો ફરકાવવા તથા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં સક્રિય ભાગ લેવા અપીલ કરી હતી. ‘હર ઘર તિરંગા’ અભિયાનનો હેતુ રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માનની ભાવના વધારવાની સાથે રાષ્ટ્રીય ઍકતા અને દેશપ્રેમનો સંદેશ દરેક ઘર સુધી પહોંચાડવાનો છે.
આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીઍ જણાવ્યું હતું કે, ૧૫ ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસનો વલસાડ જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ આ વર્ષે નાનાપોઢા ખાતે યોજાઈ રહ્ના છે. આ સમગ્ર વલસાડ જિલ્લા માટે ગૌરવની બાબત છે. દેશની આઝાદી માટે સ્વાતંત્ર્ય સેનાનીઓઍ આપેલા બલિદાનને યાદ કરીને રાષ્ટ્રના વિકાસમાં સૌઍ પોતાનું યોગદાન આપવું જોઈઍ.
નાનાપોઢા અને કપરાડામાં યોજાયેલી તિરંગા યાત્રામાં વિવિધ વર્ગોના લોકોની વિશાળ ભાગીદારીથી સમગ્ર વિસ્તારમાં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. આગામી ૧૫ ઓગસ્ટના જિલ્લા કક્ષાના કાર્યક્રમને લઈને પણ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્ના છે.