Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

પારડીમાં ‘ભારત વિભાજન અને સંકલ્પ’ વિષય પર વ્યાખ્યાન

પારડીમાં ‘ભારત વિભાજન અને સંકલ્પ’ વિષય પર વ્યાખ્યાન


વાપી, તા. ૧૩ ઃ સ્વાધ્યાય મંડળ સંચાલિત શ્રી બ્રહ્મર્ષિ સાતવળેકર સંસ્કૃત મહાવિદ્યાલય, કિલ્લા પારડી દ્વારા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાઍ તા. ૧૪ ઓગસ્ટના રોજ ‘ભારત વિભાજનની કરુણાંતિકા અને સંકલ્પ’ વિષય પર વ્યાખ્યાન સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ રાત્રે ૮ વાગ્યે પંડિત સાતવળેકર સભાગારમાં યોજાશે. રાષ્ટ્રસેવી અને સંઘ વિચારક મુકુંદભાઈ જોગીયા દ્વારા ઉદ્દબોધન કરવામાં આવશે. મહાવિદ્યાલય અને સ્વાધ્યાય મંડળ પરિવાર દ્વારા કાર્યક્રમમાં સપરિવાર ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે.