Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

વાપીમાં ભરૂચના ફોટોગ્રાફરને અોનલાઈન કેમેરો વેચવો ભારે પડ્યો

વાપીમાં ભરૂચના ફોટોગ્રાફરને અોનલાઈન કેમેરો વેચવો ભારે પડ્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૩ ઃ વાપીમાં ભરૂચના ઍક ફોટોગ્રાફર સાથે સુરતના ઍક શખ્સે વિશ્વાસમાં લઈ ૧.૪૦ લાખનો કેમેરા અને તેનો સામાન લઈ છેતરપિંડી કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે વાપી જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદી અમિત મહેન્દ્રભાઈ મહંત, રહે. ઘોડેશ્વર મહાદેવ મંદિર પાસે, આડેશ્વર, ભરૂચ, છેલ્લા ૨૦૧૬થી ફોટોગ્રાફર તરીકે કામ કરે છે. ગત તા. ૨૭/૦૫/૨૦૨૬ના રોજ તેમણે પોતાનો કેનન કંપનીનો ય્૬ ર્પ્ીશ્વત્ત્ ૨૨ કેમેરો ઓનલાઈન વેચવા માટે મૂક્યો હતો. તે દરમિયાન મો. નં. ૯૧૩૩૬૪૯૭૪૪ પરથી વોટ્સઍપ કોલ આવ્યો હતો. સામેવાળા શખ્સે પોતાનું નામ અમીન ઓલપાડાવાલા, રહે. સલાબતપુરા, સુરત હોવાનું જણાવ્યું હતું. અમીને કેમેરાના ફોટા મંગાવ્યા બાદ ૧.૮૫ લાખમાં કેમેરો ખરીદવાની વાત કરી હતી. પૈસાની જરૂર હોવાથી અમિત તેના માટે તૈયાર થયો. ત્યારબાદ અમીને કેમેરો ચેક કરવા વાપી રેલવે સ્ટેશન પાસે આવવા કહ્નાં. તા. ૧૦/૦૬/૨૦૨૬ના રોજ સવારે સવા નવ વાગ્યે અમિત તેના ભત્રીજા વિવેકભાઈ સાથે વાપી રેલવે સ્ટેશન પહોંચ્યો હતો. અમીન ત્યાં આવ્યો અને કહ્નાં કે વાપી ક્રોમા શોરૂમ પાસે કેમેરો ચેક કરવો પડશે. વિશ્વાસમાં લઈ તે અમિત પાસેથી બે બેગમાં રાખેલ કેન ય્૬ ર્પ્ીશ્વત્ત્ ૨૨ કેમેરો, લેન્સ, ૪ બેટરી, કેમેરાનો બોક્સ અને બીલ મળી કુલ ૧.૪૦ લાખનો સામાન લઈ ગયો. ૧૫ મિનિટ રાહ જોયા બાદ પણ તે પરત ન આવતા અમિતે ક્રોમા ખાતે ઘ્ઘ્વ્સ્ ચેક કરાવતા તે ઉપરના માળેથી નીકળી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.  બેગ ચેક કરતા તેમાં માત્ર ખાલી બોક્સ નીકળ્યા હતા. અમીને ફોન પણ સ્વિચ ઓફ કરી દીધો હતો. ફરિયાદીની ફરિયાદના આધારે પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.