Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

વલસાડનાં તડકેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભીડ ઉમટી

વલસાડનાં તડકેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભીડ ઉમટી


વલસાડ, તા. ૧૩ ઃ આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ સમગ્ર વલસાડ જિલ્લો શિવમય બની ગયો છે. શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ વહેલી સવારથી વલસાડ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા તમામ શિવાલયોમાં શિવભક્તોનું વિશાળ જનમેદની ઉમટી પડી હતી.
વલસાડના અબ્રામા તડકેશ્વર માં આવેલ પ્રખ્યાત શ્રી તડકેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ શિવભક્તોની દર્શન માટે લાંબી કતારો જોવા મળી હતી. હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય ના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. ભક્તોઍ અત્યંત શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક મહાદેવજી પર જળાભિષેક, દુગ્ધાભિષેક તેમજ બિલિપત્ર અર્પણ કરી પૂજા-અર્ચના કરી હતી. અબ્રામાના તડકેશ્વર મહાદેવ ઉપરાંત શહેરના અન્ય શિવ મંદિરો તેમજ ગ્રામીણ વિસ્તારોના નાના-મોટા તમામ મહાદેવ મંદિરોમાં પણ સવારથી જ ભક્તો દર્શન અને પૂજા-અર્ચના માટે પહોંચી ગયા હતા.