Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

ચણોદમાં ઠાકોરજીને હિંડોળાનો શણગાર

ચણોદમાં ઠાકોરજીને હિંડોળાનો શણગાર


ચણોદ કોલોની જય અંબે મહિલા મંડળ દ્વારા ૨૨ વર્ષથી ઠાકોરજીના હિંડોળા ઉત્સવ ઉજવવામાં આવે છે જેમાં રોજેરોજ અલગ અલગ ચીજ વસ્તુઓ થી ઠાકોરજીના હિંડોળા શણગારે છે. આ વખતે ચલણી નોટો અને સિક્કા થી શણગારેલ હિંડોળા આકર્ષણ નું કેન્દ્ર બન્યા છે. આ ઉત્સવ માં કાર્યકર્તા બહેનો મધુબેન, પારૂલબેન, વિજયાબેન વસંતબેન, વર્ષાબેન, રેખાબેન, અસ્મિતાબેન, રીનાબેન, સંગીતાબેન, કંચનબેન, મીનાબેન, તથા અનેક મહિલાઓ દ્વારા ખુબજ ઉત્સાહથી આ હિંડોળા ઉત્સવ ઉજવવામાં આવે છે અને અનેક ભક્તોને ઠાકોરજી ના હિંડોળા ના દર્શન નો લ્હાવો લઈને પાવન થાય છે.