Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

ગડતના ડો. રાજેન્દ્ર નાયકનું સન્માન કરાયું

ગડતના ડો. રાજેન્દ્ર નાયકનું સન્માન કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા. ૧૨ ઃ ગડત ગામના વતની અને પ્રખ્યાત શિક્ષણવિદ્ ડૉ. રાજેન્દ્ર મગનલાલ નાયકની નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ પદે નિમણૂક થતાં ગામમાં હર્ષોલ્લાસ છવાયો છે.
આ નિમણૂક બદલ શ્રી કામેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં ગ્રામજનો દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. દીપ પ્રાગટ્ય બાદ ડૉ. રાજેન્દ્ર નાયકને સન્માનપત્ર અર્પણ કરી અને વડીલો દ્વારા સાલ ઓઢાડી આશીર્વાદ અપાયા હતા. મુખ્ય વક્તા ડૉ. જય વશીઍ મહેનત અને ઈમાનદારીનું મહત્વ સમજાવ્યું હતું. સન્માનિત ડૉ. રાજેન્દ્રભાઈઍ ગામલોકોનો આભાર માની વતનની સેવા માટે તત્પરતા દર્શાવી હતી. કિંજલ નાયકે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું, જ્યારે પ્રમુખ નરેન્દ્રભાઈ નાયકે આભારવિધિ આટોપી હતી.