Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

ધરમપુર ન.પા. હાઈ.માં વિજ્ઞાન મેળો યોજાયો

ધરમપુર ન.પા. હાઈ.માં વિજ્ઞાન મેળો યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૨ ઃ ધરમપુર નગરપાલિકા હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રસ, વૈજ્ઞાનિક વિચારસરણી અને સર્જનાત્મકતા વધે તે હેતુથી વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૮૫ વિદ્યાર્થીઓઍ ભાગ લઈ પર્યાવરણ, પાણી બચત, ઊર્જા અને ટેક્નોલોજી સહિતના વિષયો પર ૨૭ જેટલી વૈજ્ઞાનિક કૃતિઓ તથા મોડેલ રજૂ કર્યા હતાં.
વિદ્યાર્થીઓઍ પોતાની કૃતિઓની કાર્યપદ્ધતિ અને ઉપયોગિતા અંગે ઉપસ્થિત મહાનુભાવો સમક્ષ આત્મવિશ્વાસપૂર્વક માહિતી આપી હતી. મહાનુભાવોઍ વિદ્યાર્થીઓની કૃતિઓ નિહાળી તેમની પ્રતિભા અને મહેનતને બિરદાવી હતી.
આ પ્રસંગે શહેર પ્રમુખ અમિતભાઈ ચોરેરા, નગરપાલિકા પ્રમુખ મયંકભાઈ મોદી, શિક્ષણ ચેરમેન નરેશભાઈ પટેલ, ઉપપ્રમુખ ઉમાબેન ભોયા, શહેર મહામંત્રી અક્ષય ચૌધરી, જીગ્નેશ કાપડિયા તથા નગરપાલિકાના સભ્યઓ ઉપસ્થિત રહ્ના હતા.શાળાના આચાર્ય હેતલ પરમારના માર્ગદર્શન તથા શિક્ષકમિત્રોના સહયોગથી યોજાયેલો વિજ્ઞાન મેળો સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.