Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

વાપી મનપાના તમામ વોર્ડમાં તિરંગા યાત્રા યોજાઈ

વાપી મનપાના તમામ વોર્ડમાં તિરંગા યાત્રા યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૨ ઃ દેશના ૮૦મા સ્વતંત્રતા પર્વ અને ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વાપી મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના ગગનભેદી નારાઓ સાથે દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. વાપી ટાઉન ચલા ડુંગરા ચણોદ કરવડ  છરવાડા કરવડ સહિતના વિવિધ વિસ્તારોમાંથી નીકળેલી આ વિશાળ તિરંગા યાત્રામાં વાપી મહાનગરપાલિકાના મેયર દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયર મિતેશભાઈ દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતિષભાઈ પટેલ, વાપી શહેર ભાજપ સંગઠનના પ્રમુખ મનીષ દેસાઈ સહિત સંગઠનના હોદ્દેદારો, પાલિકાના ચૂંટાયેલા સભ્યો તેમજ મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.
તિરંગા યાત્રા દરમિયાન રાષ્ટ્રધ્વજ સાથે જોડાયેલા નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વિવિધ વોર્ડમાં યોજાયેલી આ યાત્રાઓ દ્વારા દેશપ્રેમ અને રાષ્ટ્રભાવનાનો સંદેશ નગરજનોને તેમજ દેશના લોકોને આપવામાં આવ્યો હતો.