Damanganga Times.

Damanganga Times.

August 12, 2026

આજે ગટર અમાસ, દમણના બિયર બારમાં ભીડ જાવા મળશે

આજે ગટર અમાસ, દમણના બિયર બારમાં ભીડ જાવા મળશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૧ ઃ હિંદુ કેલેન્ડર મુજબ આજે બુધવારે અષાઢ અમાસ ઍટલે કે ગટર અમાસ છે. ગુરુવારથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે ત્યારે શરાબ અને નોનવેજથી દૂર રહેનારા લોકો આજના દિવસે છેલ્લી જયાફત માણે છે. આ પરંપરાના કારણે આજે દમણ પંથકના બિયર બાર, વાઇન શોપ અને રેસ્ટોરન્ટમાં ખાસો ધસારો જોવા મળી રહ્ના છે.
દમણ-વાપી સહિત ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડરના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો આજે દમણ આવે છે. શ્રાવણ મહિનામાં ઍક મહિના સુધી માંસાહાર અને દારૂથી દૂર રહેવાની માન્યતા હોવાથી લોકો આજે મિત્રો અને પરિવાર સાથે પાર્ટી કરીને શ્રાવણનું સ્વાગત કરે છે. બપોર બાદથી જ દમણના કચીગામ, ડાભેલ સહિત સમગ્ર દમણના બિયર બાર અને હોટલોમાં ભારે ધસારો જોવા મળશે. બાર સંચાલકોઍ પણ આજના દિવસ માટે ખાસ મેનુ અને ઓફર રાખી છે. ગટર અમાસના દિવસે દર વર્ષે વેપારમાં ૩૦ થી ૪૦ ટકાનો વધારો નોંધાય છે. આજે રાત્રે ૧૨ વાગ્યા બાદ શ્રાવણ માસ શરૂ થતા જ બીજા દિવસથી બાર અને હોટલોમાં ગ્રાહકોમાં ઘટાડો જોવા મળશે.