Damanganga Times.

Damanganga Times.

August 12, 2026

થ્રીડીમાં લોકશાહી વિકેન્દ્રીકરણ અને વધુ અધિકારો માટે સાંસદની માંગ

થ્રીડીમાં લોકશાહી વિકેન્દ્રીકરણ અને વધુ અધિકારો માટે સાંસદની માંગ


દમણ, તા.૧૧ ઃ દાદરા-નગર હવેલી અને દમણ-દીવમાં વહીવટી અને વિકાસલક્ષી નિર્ણયોમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ભાગીદારી વધારવાના મુદ્દે દમણ-દીવના સાંસદ ઉમેશ પટેલે લોકસભામાં અવાજ ઉઠાવ્યો હતો. ટેરિટોરિયલ કાઉન્સિલની માંગ પ્રદેશમાં વિકાસ કાર્યો અને વહીવટી નિર્ણયો માટે સાંસદો, જિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓના સભ્યોને સમાવતી ‘ડેવલપમેન્ટ/ઍડવાઈઝરી ટેરિટોરિયલ કાઉન્સિલ’ની રચના કરવા તેમજ અન્ય કેન્દ્રશાસિત પ્રદેશોની જેમ દાદરા-નગર હવેલી અને દમણ-દીવને રાજ્યસભામાં પ્રતિનિધિત્વ અને વધુ લોકશાહી સ્વશાસન આપવા અંગે નીતિ ઘડવા માંગ કરી હતી. ઉમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, પંચાયત અને નગરપાલિકા સ્થાનિક સ્તરે કાર્યરત છે, પરંતુ સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશના મહત્વના નીતિવિષયક નિર્ણયો માટે ઉચ્ચસ્તરીય મંચની જરૂરિયાત છે.