ડાંગના યુવકે માઉન્ટ યુનમના ૬,૧૧૧ મીટર ઊંચા શિખરે તિરંગો લહેરાવ્યો
- byDamanganga Times
- 12 August, 2026
ડાંગ, તા.૧૧ ઃ ડાંગ જિલ્લાના સાહસિક પર્વતારોહક યુવક શ્રી ભોવાનભાઈ રાઠોડે ફરી ઍકવાર સાહસ અને સંકલ્પનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં હિમાલયના લાહોલ વિસ્તારમાં આવેલા માઉન્ટ યુનમ ના ૬,૧૧૧ મીટર (આશરે ૨૦,૩૦૦ ફૂટ) ઊંચા શિખરને સફળતાપૂર્વક સર કરી તેની ટોચ પર ભારતનો તિરંગો લહેરાવ્યો છે. આ સિદ્ધિ સાથે તેમણે ડાંગ તેમજ સમગ્ર ગુજરાતનું નામ ગૌરવપૂર્વક રોશન કર્યું છે.
માઉન્ટ યુનમનું આ પર્વતારોહણ અત્યંત મુશ્કેલ અને પડકારજનક રહ્નાં હતું. આ અભિયાનમાં કુલ ૧૦ પર્વતારોહકો જોડાયા હતા, જેમાંથી માત્ર ૪ પર્વતારોહકો જ સફળતાપૂર્વક શિખરની ટોચ સુધી પહોંચી શક્યા હતા. પ્રતિકૂળ હવામાન, કાતિલ ઠંડી, ઊંચાઈ અને કઠિન પર્વતીય પરિસ્થિતિઓ વચ્ચે ભોવાન રાઠોડે અડગ મનોબળ અને સાહસ સાથે આ સફળતા હાંસલ કરી હતી.
શિખરની ટોચ તરફના ચઢાણ દરમિયાન હવામાન ખૂબ જ ખરાબ રહ્નાં હોવા છતાં ભોવાન રાઠોડે હિંમત હારી નહોતી. તમામ પડકારોનો સામનો કરીને તેઓ માઉન્ટ યુનમની ટોચ પર પહોંચ્યા અને ત્યાં ભારતનો તિરંગો લહેરાવી દેશ-ેમ અને સાહસની અનોખી મિશાલ -સ્થાપિત કરી છે.
માઉન્ટ યુનમ સર કરવાની આ સિદ્ધિ સાથે ભોવાન રાઠોડે પોતાના સાહસિક પર્વતારોહણ ક્ષેત્રે સાતમો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો હોવાનું જણાવાયું છે.
તેમની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત ગૌરવની બાબત નથી, પરંતુ ડાંગ જેવા આદિવાસી અને પર્વતીય જિલ્લાની યુવા શક્તિમાં રહેલી સાહસિકતા, પ્રતિભા અને અદમ્ય સંકલ્પનું પણ પ્રતિબિંબ છે.
ભોવાન રાઠોડની આ સિદ્ધિથી ડાંગ જિલ્લાના સાહસપ્રેમીઓ અને રમતવીરોમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે. તેમની સિદ્ધિ યુવાનોને પડકારોને સ્વીકારીને પોતાના લક્ષ્ય તરફ સતત આગળ વધવા માટે પ્રેરણા પૂરી પાડે છે.
માઉન્ટ યુનમ સર કર્યા બાદ ભોવાન રાઠોડનું આગામી લક્ષ્ય વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ ઍવરેસ્ટને સર કરવાનું છે. વિશેષરૂપે, તેઓ આગામી સમયમાં ઍવરેસ્ટની ટોચ સુધી દેશનો સૌથી મોટો તિરંગો લઈ જઈ તેને લહેરાવવાનો સંકલ્પ ધરાવે છે.
ડાંગની ધરતી પરથી હિમાલયના શિખરો સુધી તિરંગો પહોંચાડતા ભોવાન રાઠોડની આ સાહસગાથા સમગ્ર ડાંગ અને ગુજરાત માટે ગૌરવની બાબત બની છે. તેમના આગામી ઍવરેસ્ટ અભિયાન માટે પણ સમગ્ર ડાંગવાસીઓ અને ગુજરાત તરફથી શુભેચ્છાઓ પાઠવાઈ રહી છે.
આ સાહસિક અને ગૌરવપૂર્ણ પર્વતારોહણ અભિયાનને સફળ બનાવવા માટે વિજયભાઈ પટેલ (નાયબ મુખ્ય દંડક, ગુજરાત વિધાનસભા તથા ધારાસભ્ય, ડાંગ), રાજેશભાઈ ગામીત (પ્રમુખ, જિલ્લા પંચાયત, ડાંગ), સ્નેહલ ઠાકરે (ડાંગ જિલ્લા પંચાયત સદસ્ય), મંગળભાઈ ગાવિત (પૂર્વ ધારાસભ્ય, ડાંગ), રાજુભાઈ આહીર (યુનિટી કન્સ્ટ્રક્શન) અભિષેક ભાલેરાવ (સામાજિક કાર્યકર, કોટમદર), હરિરામભાઈ સાવંત (સરપંચ, આહવા), તથા જશોદા મહેન્દ્રસિંહ અમલી (પૂર્વ મ્યુનિસિપલ કો-ઓપરેટર, અમદાવાદ) દ્વારા સહયોગ અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમના આર્થિક તથા નૈતિક સહયોગ બદલ પર્વતારોહક ભોવાનભાઈ જયરામભાઈ રાઠોડે સર્વનો આભાર વ્યક્ત કર્યો હતો.
