વાપીમાં જાહેર માર્ગ પર આડેધડ પાર્ક કરનારા સામે લાલ આંખ
- byDamanganga Times
- 12 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૧ ઃ વાપી શહેરમાં હાઈવે સર્વિસ રોડ અને મુખ્ય માર્ગો પર આડેધડ પાર્ક કરાતા વાહનોથી સર્જાતી ટ્રાફિક સમસ્યા અને અકસ્માતના ભયને પગલે ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. હવે નિયમનો ભંગ કરી રોડ પર વાહન પાર્ક કરનારા વાહન ચાલકોના વાહનોને પોલીસે લોક કરવાનું શરૂ કર્યું છે. ટ્રાફિક પોલીસ સ્ટેશનના ભ્ત્ કાનાણીઍ જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી વાપીના મુખ્ય માર્ગો, હાઈવે સર્વિસ રોડ અને બજાર વિસ્તારમાં વાહન ચાલકો દ્વારા રોડની બંને બાજુ વાહનો પાર્ક કરી દેવામાં આવે છે. જેના કારણે પિક અવરમાં ભારે ટ્રાફિક જામ થાય છે અને કટોકટીના સમયે ઍમ્બ્યુલન્સ, ફાયર સહિતના વાહનોને પણ પસાર થવામાં મુશ્કેલી પડે છે.
આ સમસ્યાને ડામવા માટે ટ્રાફિક પોલીસની ટીમો દ્વારા હવે નો ર્પાકિંગ ઝોનમાં પાર્ક કરેલા વાહનોને લોક કરવામાં આવી રહ્ના છે.
વાહન છોડાવવા માટે વાહન ચાલકે ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે જઈને મેમો ભરવો પડશે અને દંડની રકમ ભર્યા બાદ જ વાહન પરત મળશે. ભ્ત્ કાનાણીઍ વધુમાં ચીમકી આપતા કહ્નાં કે માત્ર લોક કરવા સિવાય હવે હાઈવે સર્વિસ રોડ કે મુખ્ય માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ અને જોખમી રીતે વાહન પાર્ક કરનારા ચાલકો સામે સીધો ગુનો પણ નોંધવામાં આવશે. નાગરિકોને અપીલ છે કે તેઓ વાહન નિયત ર્પાકિંગ સ્થળે જ પાર્ક કરે અને ટ્રાફિક નિયમોનું પાલન કરે જેથી શહેરની ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે.
