Damanganga Times.

Damanganga Times.

August 12, 2026

વલસાડમાં દશામાની મૂર્તિ ખરીદી માટે ભીડ ઉમટી

વલસાડમાં દશામાની મૂર્તિ ખરીદી માટે ભીડ ઉમટી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૧ ઃ આવતીકાલથી  દશામાના નોરતા નો પ્રારંભ થવા જઈ રહ્ના છે, ત્યારે વલસાડ શહેરમાં આજે શ્રદ્ધા અને ભક્તિનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. આવતીકાલે ઘરે-ઘરે અને વિવિધ પંડાલોમાં માતાજીની શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપના કરવામાં આવનાર હોવાથી આજે વલસાડના મુખ્ય બજારોમાં માતાજીની મૂર્તિઓનું ભવ્ય આગમન થયું હતું. મૂર્તિઓના આગમનની સાથે જ સમગ્ર વલસાડ શહેર જાણે દશામામયઁ બની ગયું હતું.
વલસાડના વિવિધ વિસ્તારો તેમજ મૂર્તિકારોના પંડાલોમાં આજે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ મૂર્તિઓની ખરીદી માટે ઉમટી પડ્યા હતા. માતાજીને પૂર્ણ આસ્થા અને પ્રેમપૂર્વક પોતાના ઘરે પધરાવવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ વર્ષે બજારમાં સાંઢણી (ઊંટ) પર બિરાજમાન માતાજીની વિવિધ કદની અને મનમોહક શણગારવાળી મૂર્તિઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. મૂર્તિ ખરીદીને ઢોલ-નગારા અને જયકારો સાથે ઘરે લઈ જતા ભક્તોના કારણે શહેરમાં સવારથી જ ઉત્સવનો માહોલ સર્જાયો હતો. આવતીકાલથી શરૂ થતા આ પવિત્ર વ્રતને લઈને વલસાડવાસીઓ માતાજીની આરાધના અને ભક્તિમાં લીન થવા માટે પૂરેપૂરા સજ્જ જોવા મળી રહ્ના છે.