દમણમાં ઢીંગલા-ઢીંગલી વિસર્જન
- byDamanganga Times
- 12 August, 2026
દમણમાં માછી સમુદાય દ્વારા પરંપરાગત ઢીંગલા-ઢીંગલી વિસર્જન કાર્યક્રમ ભક્તિ અને ઉત્સાહ સાથે યોજવામાં આવ્યો હતો. સમુદાયના સભ્યોઍ પરંપરાગત રીતરિવાજો અનુસાર ઢીંગલા-ઢીંગલીની પૂજા કરી અને શોભાયાત્રાના રૂપમાં વિસર્જન સ્થળ પર પહોંચ્યા. આ કાર્યક્રમમાં સમુદાયની મોટી સંખ્યામાં મહિલાઓ, પુરુષો અને બાળકોઍ ભાગ લીધો હતો. પરંપરાગત ગીતો, સંગીત અને ઉલ્લાસ વચ્ચે ઢીંગલા-ઢીંગલીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સમુદાયના સભ્યોઍ પરસ્પર ભાઈચારો અને સામાજિક ઍકતાનો સંદેશ પણ આપ્યો હતો. ઢીંગલા-ઢીંગલી વિસર્જન ઍ માછી સમુદાયની પરંપરાગત ધાર્મિક-સાંસ્કૃતિક પરંપરાનો ઍક ભાગ છે, જેને સમુદાયના સભ્યો ઉત્સાહ અને ભક્તિ સાથે ઉજવે છે (તસવીર ઃ પ્રદિપ ભાવસાર, દમણ)
