ખેરગામ પાસે વડપાડામાં ૧૨૫ ફૂટ ઉંચો ફુવારો ફૂટયો!
- byDamanganga Times
- 12 August, 2026
ખેરગામ પાસે વડપાડામાં ૧૨૫ ફૂટ ઉંચો ફુવારો ફૂટયો! દમણગંગાથી શરૂ થઈને ચીખલી તાલુકાના કલીયારી સુધીમાં સંખ્યાબંધ ગામોને પાણી પૂરું પાડતી દમણ ગંગા મુખ્ય બલ્પ પાઇપ લાઈનમાં ભંગાણ પડતાં ખેરગામ તાલુકાના વડપાડા ગામની હદમાં પાણીનો ફુવારો લગભગ ૧૦૦થી ૧૨૫ ફૂટ જેટલો ફુવારો ઊંચે ઉડતા લોકો કુતુહલવસ થઈને ઘટના સ્થળે ઉમટી પડ્યા હતાં. ઘટનાની જાણ અધિકારીઓને થતા ઘટના સ્થળે દોડી ગયા હતા.
