દમણમાં યોગ તાલીમનો પ્રારંભ
- byDamanganga Times
- 12 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૧૧ ઃ પ્રદેશ ભાજપ મંત્રી તથા સમાજસેવિકા ઉર્વશીબેન જયેશભાઈ પટેલ દ્વારા આશરે ૨૫ જેટલી મહિલાઓ માટે નિયમિત યોગ તાલીમનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના કરો યોગ, રહો નિરોગના સંદેશને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે મહિલાઓને યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનની નિયમિત તાલીમ આપવામાં આવી રહી છે. પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સ્વસ્થ અને સશક્ત પ્રદેશના સંકલ્પને આગળ ધપાવતા મહિલાઓને યોગ સાથે જોડીને સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરિત કરવાનો આ પ્રયાસ સતત ચાલુ રાખવામાં આવશે. ઉર્વશીબેન પટેલે જણાવ્યું હતું કે, સ્વસ્થ મહિલા ઍટલે સ્વસ્થ પરિવાર અને સ્વસ્થ પરિવાર ઍટલે સશક્ત સમાજ. વધુમાં વધુ મહિલાઓ યોગ સાથે જોડાય અને યોગને પોતાના દૈનિક જીવનનો હિસ્સો બનાવે તે માટે આ યોગ અભિયાનને આગળ વધારવામાં આવશે.
