ભીલાડ ‘માં શકિત ગરબા કલાસીસ’ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક-પેન્સિલનું વિતરણ કરાયું
- byDamanganga Times
- 12 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૧ ઃ આજરોજ ઍકલારા ગામે માં શક્તિ ગરબા ક્લાસ ભીલાડ દ્વારા ઍકલારા મુખ્ય પ્રાથમિક શાળા, પ્રાથમિક શાળા માતા ફળિયા તથા શ્રી સાર્વજનિક વિદ્યાલય આ ત્રણ શાળાના કુલ ૧૨૭ વિદ્યાર્થીઓને નોટબુક પેન્સિલ સેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ વિતરણ કાર્યક્રમમાં માં શક્તિ ગરબા ક્લાસના ક્લાગુરુ જીગરભાઈ ચૌહાણ, હેમાલી શાહ, હેમાની મલ્હા, કેયુર પટેલ તથા માનસી જાડેજાઍ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો. વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય સાથે તેમની પ્રતિભાને પ્રોત્સાહિત આપવાનો આ સુંદર પ્રયાસ ખરેખર અભિનંદનીય છે. આ પ્રસંગે શ્રી સાર્વજનિક વિદ્યાલય ઍકલારામાં અભ્યાસ કરતા અનિલભાઈ ચૌરા અને સ્મિતભાઈ ગામીત જેઓ નિલોશી કપરાડા ગામના વતની છે, તેમણે વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ પ્રદર્શનમાં રાજ્યકક્ષાઍ શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી મેળવી છે. હવે બંને બાળકો નેશનલ કક્ષાઍ પસંદગી પામ્યા છે, આ બંને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પિયુષભાઈ શાહ, જિલ્લા ઉપપ્રમુખ અંકિતભાઈ શાહ, ઍકલારા સરપંચ અમૃતભાઈ પટેલ પ્રખંડ સહમંત્રી હિતેશભાઈ પૂનમિયા દ્વારા વિશેષ સ્કૂલબેગ સાથે બહુમાન કરી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
