Damanganga Times.

Damanganga Times.

August 12, 2026

આજે ધરમપુર વિજ્ઞાન કેન્દ્રમાં ડો. વિક્રમ સારાભાઈની જન્મજયંતિ ઉજવાશે

આજે ધરમપુર વિજ્ઞાન કેન્દ્રમાં ડો. વિક્રમ સારાભાઈની જન્મજયંતિ ઉજવાશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૧ ઃ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર (રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર) ખાતે તા. ૧૨ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સવારે ૧૧.૦૦થી બપોરે ૨ઃ૦૦ વાગ્યા દરમિયાન ડૉ. વિક્રમ સારાભાઈની ૧૦૭મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે.આ અવસર નિમિત્તે વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓમાં વિજ્ઞાન તથા અંતરિક્ષ વિજ્ઞાન પ્રત્યે રસ અને જિજ્ઞાસા વધે તે હેતુથી વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ અંતર્ગત ઙ્કઝ઼શ્વ. સ્જ્ઞ્ત્ર્ત્શ્વી ર્લ્ીર્શ્વીણુર્ત્ર્ીજ્ઞ્ – વ્ત્ર્ફૂ સ્જ્ઞ્સ્ન્જ્ઞ્ંઁર્ીશ્વક્ક ગ્ફૂત્ર્જ્ઞ્ઁફુ ત્ઁફુર્જ્ઞ્ીઁસ્ન્ ર્લ્ષ્ટીણૂફૂ ભ્શ્વંર્શ્વિંૃફૂઙ્ખ  વિષય પર લોકિ-ય વિજ્ઞાન વ્યાખ્યાન આપવામાં આવશે. આ વ્યાખ્યાન દ્વારા ડૉ. વિક્રમ સારાભાઈના પ્રેરણાદાયક જીવન પ્રસંગો, ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના વિકાસમાં તેમનું યોગદાન તેમજ સમાજના વિકાસ માટે વિજ્ઞાન અને અંતરિક્ષ ટેકનોલોજીના ઉપયોગ અંગે માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત ડૉ. વિક્રમ સારાભાઈના ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના યોગદાનને દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મનું સ્ક્રીનિંગ પણ કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન ર્ણ્ીઁફુસ્ન્ ંઁ ખ્ણૂદ્દજ્ઞ્રુજ્ઞ્દ્દક્ક અંતર્ગત વોટર રોકેટ બનાવવાની તથા તેના પ્રક્ષેપણની પ્રવૃત્તિ યોજાશે, જેમાં ભાગ લેનાર પ્રતિભાગીઓને રોકેટના કાર્યસિદ્ધાંત અને પ્રક્ષેપણ પાછળ રહેલા વૈજ્ઞાનિક સિદ્ધાંતોને પ્રાયોગિક રીતે સમજવાની તક મળશે. સાથે જ વિજ્ઞાન ડૉ. વિક્રમ સારાભાઈના જીવન આધારિત ક્વિઝનું આયોજન કરવામાં આવેલ છે, જેના દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક જ્ઞાન અને વિજ્ઞાન પ્રત્યેની જિજ્ઞાસાને પ્રોત્સાહન મળશે. અનુકૂળ હવામાનની સ્થિતિને આધિન આકાશદર્શન (લ્ત્ત્ક્ક બ્ણુસ્ન્ફૂશ્વર્રુદ્દજ્ઞ્ંઁ ભ્શ્વંર્શ્વિંૃફૂ)નું આયોજન કરવામાં આવશે. આ દરમિયાન મુલાકાતીઓ ને ટેલિસ્કોપ દ્વારા સૂર્યકલંકો (લ્્યઁસ્ન્ષ્ટંદ્દસ્ન્)નું નિરીક્ષણ કરવાની અનોખી તક પ્રા થશે. આ પ્રવૃત્તિ દ્વારા નિરીક્ષકોને સૂર્યની સપાટી પર જોવા મળતા સૂર્યકલંકો અને સૂર્યના અવલોકન અંગે પ્રત્યક્ષ અનુભવ મળશે. જે તેમને સુર્યના અભ્યાસ અને સૂર્યની સપાટી ઉપર થતાં પરિવર્તનો વિશે જાણવાની ઉત્સુકતામાં વધારો કરશે.
જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર દ્વારા વિદ્યાર્થીઓ, શિક્ષકો, વિજ્ઞાનપ્રેમીઓ, તેમજ સામાન્ય નાગરિકોને આ કાર્યક્રમમાં ઉત્સાહભેર સહભાગી બનવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે. સૌઍ પરિવાર અને મિત્રો સાથે ઉપસ્થિત રહી આ અનોખા વૈજ્ઞાનિક કાર્યક્રમનો લાભ લેવા વિનંતી છે.