પારડીની કોલેજમાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવાયો
- byDamanganga Times
- 12 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૧ ઃ જે.પી.પારડીવાલા આર્ટ્સ ઍન્ડ કોમર્સ કોલેજ, કિલ્લા પારડી, વલસાડ ખાતે ઍસ.સી, ઍસ ટી સેલ અને ચર્ચા સભા સમિતિના સંયુક્ત ઉપક્રમે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આદિવાસી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા, લોકજીવન, કલા અને પ્રકૃતિ સાથેના તેમના અતૂટ સંબંધ વિશે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજના સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક યોગદાન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કોલેજના અઘ્યાપકો અને વિધાર્થીઓ દ્વારા આદિવાસી સમુદાયના પરંપરાગત જ્ઞાન, કુદરતી સંસાધનોના સંરક્ષણમાં તેમની ભૂમિકા તથા આધુનિક સમયમાં આદિવાસી સમાજ સમક્ષ રહેલા પડકારો અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે આભારવિધિ સાથે વિશ્વ આદિવાસી દિનની ઉજવણીનું સમાપન કરવામાં આવ્યું હતું.
આદિવાસી સંસ્કૃતિનું જતન ઍ ભારતની વૈવિધ્યસભર સાંસ્કૃતિક ધરોહરનું જતન છે આ કાર્યક્રમનું સફળ આયોજન આચાર્ય ડૉ. ફાલ્ગુનીબેન દેસાઈ ના માર્ગદર્શન હેઠળ સમિતિના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.
