Damanganga Times.

Damanganga Times.

August 12, 2026

પારડીની જે.પી. પારડીવાલા સ્કુલમાં દેશભકિત ગીત સ્પર્ધા યોજાઈ

પારડીની જે.પી. પારડીવાલા સ્કુલમાં દેશભકિત ગીત સ્પર્ધા યોજાઈ


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૧ ઃ  જે. પી. પારડીવાલા આર્ટ્સ ઍન્ડ કોમર્સ કોલેજ કિલ્લા પારડી ખાતે સાંસ્કૃતિક સમિતિના ઉપક્રમે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને રાષ્ટ્રીય ઍકતાની ભાવના વિકસે તે હેતુથી  દેશભક્તિ ગીત સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કોલેજના ૭ વિદ્યાર્થીઓઍ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ દેશભક્તિ ગીતોની સુંદર રજૂઆત કરી હતી. વિદ્યાર્થીઓની ભાવસભર અને ઉત્સાહપૂર્ણ રજૂઆતથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.
ગીતો દ્વારા ભારતની ઍકતા, અખંડિતતા, શૌર્ય, બલિદાન અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડૉ. રશ્મિ પરમાર હાજર રહ્ના હતા અને સ્પર્ધાના અંતે તેમણે શર્મા ખુશીને તૃતિય ક્રમ, પટેલ પાયલને દ્વિતીય ક્રમ અને નાયકા પ્રિયાને પ્રથમ ક્રમ આપી નિર્ણય જાહેર કર્યો હતો કાર્યક્રમને સફળ બનાવવા માટે કૉલેજના ઇન્ચાર્જ આચાર્ય ડૉ. ફાલ્ગુનીબેન જી. દેસાઈના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ ડૉ. બિંદુ ત્રિવેદી, ઉપાધ્યક્ષ ડૉ. હેતલ રાઠોડ ઍ સમગ્ર કાર્યક્રમ આયોજિત કર્યો હતો. ડૉ. સત્વિન્દર કૌર ધંજલ સવિશેષ હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
વિદ્યાર્થીઓની ઉત્સાહભરી ભાગીદારીથી કાર્યક્રમ સફળ અને યાદગાર બન્યો હતો દેશપ્રેમ માત્ર શબ્દોમાં નહીં પરંતુ આપણા કાર્ય અને કર્તવ્યમાં પણ પ્રતિબિંબિત થવો જોઈઍ આ ભાવના સાથે કાર્યક્રમનું સમાપન રાર્ષ્ટ્ર ગાન દ્વારા કરવામાં આવ્યું હતું.