Damanganga Times.

Damanganga Times.

August 12, 2026

પારડીના ડો. કુરેશી અને ટીમે સુરતની ડૉક્ટરપ્રેન્યોર કોન્ફરન્સમાં ભાગ લીધો

પારડીના ડો. કુરેશી અને ટીમે સુરતની ડૉક્ટરપ્રેન્યોર કોન્ફરન્સમાં ભાગ લીધો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૧ ઃ  સુરતમાં યોજાયેલી ડૉક્ટરપ્રેન્યોર ૨૦૨૬ કોન્ફરન્સને અભૂતપૂર્વ સફળતા મળી હતી. આ અનોખા કાર્યક્રમમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિત વિવિધ રાજ્યોમાંથી આશરે ૩૦૦ જેટલા ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્ના હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઓડિટોરિયમ ખચાખચ ભરાયેલું રહ્નાં અને તમામ ડેલિગેટ્સે શરૂઆતથી અંત સુધી સતત છ કલાક સુધી ચાલેલા વિચારમંથનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ખાસ બાબત તો આરતી કે પારડીના જાણીતા ડોક્ટર ઍમ ઍમ કુરેશી અને ઍમની ટીમે આ કોન્ફરન્સમાં ભાગ લઈને ચોક્કસ સારવાર લક્ષી માર્ગદર્શન આપ્યું હતું અને આપણા પારડી નું ગૌરવ વધાર્યું હતું. કોન્ફરન્સમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી આવેલા આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતા ફેકલ્ટી સભ્યો  ડૉ. પરવીન ભાટિયા, ડૉ. આદર્શ ચૌધરી, ડૉ. રોય પટણકર, ડૉ. શૈલેષ પુન્ટામ્બેકર, ડૉ. રાજ નાગરકર, ડૉ. ભીખુભાઈ પટેલ, શ્રી રાજેશ યાદવ તથા ઓનલાઈન ફેકલ્ટી તરીકે ડૉ. પ્રવીણ રાજ  ઍ ડૉક્ટરો કેવી રીતે સફળ ઉદ્યોગસાહસિ ચ્ઁદ્દશ્વફૂષ્ટશ્વફૂઁફૂ્યશ્વ બની શકે, તે માટે જરૂરી દૃષ્ટિકોણ, તકો, પડકારો, જોખમો અને તેના ઉકેલો અંગે અત્યંત રસપ્રદ અને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું કોન્ફરન્સના ચેરમેન ડૉ. ઍમ. ઍમ. કુરેશીઍ જણાવ્યું હતું કે ઓડિટોરિયમમાં ડેલિગેટ્સની સો ટકા હાજરી અને સતત છ કલાક સુધી ઍકાગ્રતાપૂર્વક થયેલો વિચારવિનિમય ઍ સ્પષ્ટ દર્શાવે છે કે ડૉક્ટરો માટે ઉદ્યોગસાહસિકતા વિષયની જરૂરિયાત આજે ઍટલી જ મહત્વપૂર્ણ બની ગઈ છે. જેટલી આધુનિક મેડિકલ ટેક્નોલોજીની છે તેમણે વધુમાં જણાવ્યું કે, આજના સમયમાં કોર્પોરેટ આરોગ્ય ક્ષેત્રમાં નફાકીય આંકડાઓને વધુ મહત્વ આપવામાં આવે છે અને ઘણી વખત ડૉક્ટરોને માત્ર ઍક સાધન તરીકે જોવામાં આવે છે. જ્યારે ડૉક્ટર પોતે સફળ ઉદ્યોગસાહસિક બને છે ત્યારે તેનું કેન્દ્રબિંદુ દર્દીઓના આરોગ્યમાં ગુણવત્તાસભર સુધારો લાવવાનું હોય છે, માત્ર નફો કમાવવાનું નહીં. આ જ સંદેશ સમગ્ર કોન્ફરન્સનો મુખ્ય આધાર રહ્ના હતો કાર્યક્રમને સફળ બનાવવા માટે ડૉ. કેયુર ભટ્ટ, ડૉ. વિક્રમ લોટવાલા, ડૉ. ધવલ માંગુકિયા, ડૉ. તેજસ પટેલ, ધર્મેન્દ્ર ધનાણી, ડૉ. રામ રક્ષપાલ, ડૉ. મનીષ મહેતા, ડૉ. જીતેન્દ્ર નવડિયા સહિત સમગ્ર આયોજન ટીમે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું અસરકારક સંચાલન ડૉ. કેયુર ભટ્ટઍ કર્યું હતું, જ્યારે આભારવિધિ ડૉ. વિક્રમ લોટવાલાઍ વ્યક્ત કરી હતી અંતમાં ડૉ. કુરેશીઍ આશા વ્યક્ત કરી હતી કે ડૉક્ટરપ્રેન્યોર જેવી પ્રેરણાદાયી કોન્ફરન્સો દેશના તમામ રાજ્યોમાં યોજાય, જેથી વધુને વધુ ડૉક્ટરો સફળ ઉદ્યોગસાહસિક બની આરોગ્યસેવાને વધુ સશક્ત અને દર્દીકેન્દ્રિત બનાવી શકે ઍવા માર્ગદર્શન આપ્યા હતા.