પારડીમાં સંકલન સમિતિની બેઠક મળી
- byDamanganga Times
- 12 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૧ ઃ પારડી નગર પાલિકા માં સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજયના શહેરી વિસ્તારોના નાગરિકોની સુવિધાઓમાં વધારો કરવા આંતરમાળકીય વિકાસ માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત નગરપાલિકાઓ દ્વારા વિકાસ કાર્યોનું આયોજનના કામે ચીફ ઓફિસર વર્ગ૧ સીની સ્કેલ પ્રાદેશિકકમિશ્નર નગરપાલિકાઓની કચેરી સાઉથ ઝોન સુરતના અધ્યક્ષતા હેઠળ આજ તા.૦૭ ૦૮ ૨૦૨૬ ના રોજ સંકલન સમિતિની મીટીંગ રાખવામાં આવેલ છે. જેમાં પ્રાદેશિક કમિશ્નર સુરત ઝોન ખાતેથી પ્રાદેશિક કમિ‘ર સુરત ઝોન, કાર્યપાલક ઇજેનર સુરત ઝોન, ઇજનેર ઞ્શ્ઝ઼ઘ્ તથા વલસાડ જિલ્લા હેઠળની પારડી, વલસાડ, ધરમપુર, ઉમરગામ તથા નવસારી જિલ્લા હેઠળની ગણદેવી અને બિલીમોરા નગરપાલિકાના ચીફ ઓફીસર પ્રમુખ કારોબારી અધ્યક્ષ મ્યુનિસિપલ ઇજનેર, સેનેટરી ઇનસ્પેકટર અને ઍકાઉન્ટન્ટઓ હાજર રહ્ના હતા. સૌપ્રથમ પ્રાદેશિક કમિ‘ર, સુરત ઝોન અને ચીફ ઓફિસર વર્ગ-૧ સીની સ્કેલ પ્રાદેશિક કમિ‘ર દ્વારા તા.૨૩/૦૭/૨૦૨૬ ના રોજ થયેલ ભારેથી અતિ ભારે વરસાદની સ્થિતિઍ તમામ અધિકારીપદાધિકારી તથા કર્મચારીઍ સારી કામગીરી કરવામાં આવી તેની પ્રશસા કરી હતી ત્યાર બાદ ઍજન્ડા મુજબ વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી હતી જેમાં નગરપાલિકાઓ ખાતેથી વિવિધ વિકાસના કામો તથા વિકાસના કામો માટે આવનારા દશ વર્ષોનું આગવુ આયોજન કરવાની સુચના આપી હતી.
આ સભામાં વેરા વસુલાત માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો અને તો જ પાલિકાઓને ગ્રાન્ટ મળશે.
નગરપાલિકામાં ભૂગર્ભ ગટર કામગીરીની સ્થિતિ અને ઝડપી કાર્ય કરવા માટેની ચર્ચા કરવામાં આવી હતી જેવા અન્ય પેન્ડિંગ વિકાસના કામો અને પેન્ટિંગ ગ્રાન્ટ અંગેની ચર્ચા કરવામાં આવી હતી.
