Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

ડાંગમાં ચોરીના આરોપમાં બે બાલકિશોરો ઝડપાયા

ડાંગમાં ચોરીના આરોપમાં બે બાલકિશોરો ઝડપાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા. ૧૦ ઃ  ડાંગ જિલ્લાના વઘઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વાંઝટઆંબા ગામે દુકાનમાંથી થયેલી ચોરીનો વણઉકેલાયેલ ગુનો ઉકેલીને વઘઇ પોલીસે બે જુવેનાઇલ (બાલકિશોર) આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
વાંઝટઆંબામાં  દુકાનની છત પરના સિમેન્ટના પતરાના નટ-બોલ્ટ ખોલી અજાણ્યા ચોરોઍ અંદર પ્રવેશ કર્યો હતો.  સિગારેટ તથા વિમલ ગુટખા/પાન મસાલા તેમજ રોકડની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.  પોલીસે ચોરી કરનાર બે જુવેનાઇલ આરોપીઓને શોધી કાઢીને મુદ્દામાલ અને રોકડ સહિત  ચોરીમાં વપરાયેલ ડીઓ મોપેડ બાઇકની  જ કર્યા છે.