Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

વાપી પંથકમાં દશામાના પર્વની તૈયારી

વાપી પંથકમાં દશામાના પર્વની તૈયારી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૦ ઃ વાપી પંથકમાં દશામાના પર્વને લઈ ભક્તોમાં ભારે ઉત્સાહ અને ધાર્મિક માહોલ જોવા મળી રહ્ના છે. દશામાના પર્વને અનુલક્ષીને ગઈકાલે ઠેર-ઠેર ભક્તો દ્વારા દશામાતાજીની પ્રતિમાનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું. ઢોલ-નગારા અને ડીજેના તાલે ભક્તો માતાજીની પ્રતિમાને વાજતે-ગાજતે પોતાના નિવાસસ્થાને લઈ આવ્યા હતા. આગામી ૧૩ ઓગસ્ટ ૨૦૨૬, ગુરુવારના રોજ દશામાતાજીની પ્રતિમાની વિધિવત્ સ્થાપના કરવામાં આવશે. સ્થાપના બાદ સતત દસ દિવસ સુધી ભક્તો દ્વારા માતાજીની પૂજા-અર્ચના, આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. દશામાના પર્વના અંતિમ દિવસે ભક્તો દ્વારા માતાજીની પ્રતિમાનું નદી, તળાવ તેમજ દરિયામાં ધાર્મિક વિધિ સાથે વિસર્જન કરવામાં આવશે. વિસર્જન પ્રસંગે વાપી પંથકમાંથી મોટી સંખ્યામાં દશામાના ભક્તો ઉપસ્થિત રહેવાની સંભાવના છે. દશામાના પર્વને લઈ સમગ્ર પંથકમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું છે અને આગામી દિવસોમાં પણ વિવિધ વિસ્તારોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે. વાપીના ખડકલા નામધા રોડ, નવીનગરી, ગાયકવાડ, ગીતા નગર તેમજ શૂલપળ અને ડુંગરા વિસ્તારમાં દશામાની પ્રતિમાનો આગમન રવિવારે થયું હતું