Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

ડુંગરા પોલીસે છીરીમાં વૃદ્ધને છેતરનારને વસઈથી ઝડપ્યો

ડુંગરા પોલીસે છીરીમાં વૃદ્ધને છેતરનારને વસઈથી ઝડપ્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૦ ઃ વાપી ડુંગરા પોલીસે સિનિયર સિટિઝનોને નિશાન બનાવી ખ્વ્પ્ કાર્ડ બદલીને છેતરપિંડી કરતી ગેંગનો ભેદ ઉકેલી ઍક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી વધુ ગુનાઓનો ભેદ પણ ખોલ્યો છે.આ બનાવ તા. ૦૫/૦૭/૨૦૨૫ ના રોજ સવારે ૧૦ઃ૩૦ થી ૧૧ઃ૩૦ વાગ્યા દરમિયાન છીરી રામનગર ધનલક્ષ્મી સોસાયટી બહાર ણ્ઝ઼જ્ઘ્ બેંકના ખ્વ્પ્ ખાતે બન્યો હતો. ફરિયાદી ઉપાડા માટે ગયા ત્યારે અજાણ્યા ઇસમે ફરિયાદીનો ભ્ત્ફ નંબર જાણી લઈ નજર ચૂકવીને કાર્ડ બદલી લીધું હતું. ત્યારબાદ ખાતામાંથી કુલ રૂ. ૭૨,૬૮૮.૨૫ ઉપાડી લઈ છેતરપિંડી આચરવામાં આવી હતી. આ મામલે ડુંગરા પોલીસે ગુનો નોંધ્યો હતો. ગુનો ઉકેલવા માટે પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ, વલસાડ લ્ભ્ યુવરાજસિંહ જાડેજા અને ભ્ત્ બી.ઍન. ગોહિલના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવવામાં આવી હતી. ઘ્ઘ્વ્સ્ ફૂટેજ અને ટેકનિકલ ઍનાલિસિસના આધારે પોલીસે વસઈ રોડ રેલ્વે સ્ટેશનથી રોહિત મુદલકુમાર પાંડે ઉ.વ.૩૫ ને ઝડપ્યો હતો. તે મૂળ ઉત્તરપ્રદેશના હેરેયાનો રહેવાસી છે અને હાલ નાલાસોપારા ખાતે રહે છે.
પૂછપરછમાં આરોપીઍ આ સિવાય વસઈ રોડ, બોરીવલી, પનવેલ, કણકવલી, સાલવ, વિરાર, ચીખલી, વલસાણા અને લાઇન બજાર પોલીસ સ્ટેશનમાં પણ આ જ રીતે છેતરપિંડીના ગુના આચર્યા હોવાનું કબૂલ્યું છે. તેની સાથે શ્રીકાંત મિશ્રા નામનો અન્ય આરોપી વોન્ટેડ છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.