Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

ધરમપુરની કાનજી ફ. વર્ગ શાળામાં બાળમેળા યોજાયો

ધરમપુરની કાનજી ફ. વર્ગ શાળામાં બાળમેળા યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૧૦ ઃ જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગરની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓમાં જીવન કૌશલ્યોનો વિકાસ થાય અને બાળકોની સુષુ પ્રતિભાઓને ઉજાગર કરવાની તક મળે તે હેતુસર ધરમપુરની કાનજી ફ. વર્ગ શાળામાં ‘બાળમેળા’ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળમેળામાં બાલવાટિકાથી ધોરણ ૧થી ૫ સુધીના બાળકોઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે રંગોળી, રંગપૂરણી, છાપકામ, માટીકામ, ચીટકકામ, કાતરકામ તેમજ વિવિધ બાલરમતો જેવી સર્જનાત્મક અને મનોરંજક પ્રવૃત્તિઓ યોજાઈ હતી.
પ્રવૃત્તિઓ દરમિયાન બાળકોઍ મનોરંજન સાથે જ્ઞાન મેળવ્યું તેમજ તેમની અંદર રહેલી સર્જનાત્મકતા, સહકારની ભાવના, નેતૃત્વ ગુણ, લોકશાહી ભાવના અને સાહસિકતા જેવા જીવન કૌશલ્યોને વિકસાવવાની તક મળી હતી.
  બાળકો માટે આ સમગ્ર દિવસ ઉત્સવ સમાન બની રહ્ના હતો. શાળાના મુખ્ય શિક્ષક તથા સમગ્ર શાળા પરિવારે બાળમેળાનું સુંદર આયોજન કરી બાળકોને પોતાની પ્રતિભા દર્શાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતાં.