Damanganga Times.

Damanganga Times.

August 10, 2026

નામદાર ગુજરાત હાઇકોર્ટે માંગણી સ્વીકારતા વલસાડ વકીલ મંડળમાં ખુશીનો માહોલ

નામદાર ગુજરાત હાઇકોર્ટે માંગણી સ્વીકારતા વલસાડ વકીલ મંડળમાં ખુશીનો માહોલ


વલસાડ, તા. ૯ ઃ નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા ઍક પરિપત્ર જાહેર કરવામાં આવેલ આ નોટિફિકેશન માં વકીલો ને રોજિંદા કોર્ટના કામમાં ખ્-૪ સાઈઝ ના ૭૫ઞ્લ્પ્ પેપર નો ફરજીયાત ઉપયોગ કરવો, રોજબરોજ ના કામ માં હાથ થી લખેલી અરજીઓ ના સ્વીકારવી  લોહિત ફ્રોન્ટ નો જ ઉપયોગ કરવો,  પેપર માં ચારે બાજુ નિયત કરેલ સ્પેસ છોડવી
વિગેરે ફરજીયાત કરી ઍક નોટિફિકેશન જાહેર કરેલ જેનો બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના નેતૃત્વ માં વિરોધ દર્શાવેલ જે અનુસંધાને સમગ્ર ગુજરાતના તમામ તાલુકા જિલ્લા ની કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલ મંડળોઍ વિરોધ કરી હળતાલનું આહવાન આપ્યું હતું. જે અંતર્ગત સમગ્ર વલસાડ જિલ્લા મુકામે કાર્યરત વકીલ મંડળોઍ વિરોધ કરતો સંયુક્ત ઠરાવ કરી કોર્ટના કામકાજ થી અળગા રહેવાનો ઠરાવ કરેલ અને આખા જિલ્લાની તમામ કોર્ટના તમામ વકીલો છેલ્લા પાંચ દિવસ થી કોર્ટના કામકાજ થી અલગા રહી વિરોધ પ્રદર્શન કર્યા હતા.
આ વિરોધ ને ગંભીરતા થી લઇ નામદાર ગુજરાત હાઇકોર્ટે આજરોજ નવું નોટિફિકેશન જાહેર કરી વકીલો ની માંગણી સ્વીકારી લીધી હોય વકીલો ની ઍકતા નો વિજય થયો હતો.
આ અનુસંધાને વલસાડ ડીસ્ટ્રીકટ કોર્ટ મુકામે ત્રણેય વકીલ મંડળો દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્ય પી. ડી. પટેલ તેમજ ભરતભાઈ ડી. દેસાઈ તથા અમિતભાઇ ગુા ની આગેવાનીમાં વકીલોઍ ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી વિજયોત્સવ મનાવ્યો હતો. આ તબક્કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્ય દ્વારા સમગ્ર ગુજરાત ની ઍકતાના વિજય બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને વલસાડ અને દક્ષિણ ગુજરાત ના વકીલો ને અભિનંદન પાઠવ્યા હતાં.