સંજાણ ખાતે મેગા રક્તદાન કેમ્પમાં ૩૫૦થી ૪૦૦ યુનિટ રક્ત ઍકત્ર કરાયું
- byDamanganga Times
- 10 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રત્નિધિ)
ઉમરગામ, તા.૦૯ ઃ માનવસેવાના ઉદ્દેશ્ય સાથે સંજાણ ખાતે તા. ૯ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડના સહયોગથી શ્રી જય અંબે નવયુવક મંડળ તથા શ્રી જય અંબે મહિલા મંડળ, સંજાણ દ્વારા આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા, સ્ટેશન રોડ ખાતે આ રક્તદાન કેમ્પ યોજાયો હતો.
સવારે ૮ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી યોજાયેલા કેમ્પમાં સંજાણ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવાનો, સામાજિક કાર્યકરો અને નાગરિકોઍ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રક્તદાન કર્યું હતું. આયોજકોના જણાવ્યા મુજબ દર વર્ષે યોજાતા આ કેમ્પમાં અંદાજે ૩૫૦થી ૪૦૦ યુનિટ રક્ત ઍકત્ર કરવામાં આવે છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં રક્તદાતાઓઍ રક્તદાન કરી માનવસેવાના આ અભિયાનને સફળ બનાવ્યું હતું. કેમ્પમાં વલસાડ રક્તદાન કેન્દ્રનો સહયોગ રહ્ના હતો.
કેમ્પ દરમિયાન રક્તદાનના મહત્વ અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. ઍક યુનિટ રક્ત જરૂરિયાતમંદ દર્દીના જીવનને બચાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, તેવો સંદેશ આપી લોકોને નિયમિત રક્તદાન કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.
રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા આયોજકો દ્વારા વિશેષ ભેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક રક્તદાતાને કોલેજ બેગ (ઓફિસ બેગ) ભેટરૂપે આપવામાં આવી હતી. ઉપરાંત રક્તદાતાઓમાંથી બે નસીબદાર વિજેતાઓની પસંદગી કરી તેમને સાઇકલ ભેટ આપવામાં આવી હતી.
કેમ્પને સફળ બનાવવા માટે શ્રી જય અંબે નવયુવક મંડળ, શ્રી જય અંબે મહિલા મંડળ, અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ તથા વલસાડ રક્તદાન કેન્દ્રના કાર્યકરો અને સ્વયંસેવકોઍ મહત્વપૂર્ણ કામગીરી કરી હતી. અંતે આયોજકોઍ રક્તદાન કરી માનવસેવાના આ અભિયાનમાં સહભાગી બનેલા તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
