Damanganga Times.

Damanganga Times.

August 10, 2026

વાપીની ૪ વર્ષની ત્રિયાંશીઍ સ્વીમિંગમાં બનાવ્યો ઇન્ડિયા બુક ઑફ રેકર્ડ

વાપીની ૪ વર્ષની ત્રિયાંશીઍ સ્વીમિંગમાં બનાવ્યો ઇન્ડિયા બુક ઑફ રેકર્ડ


વાપી, તા.૦૯ ઃ વાપીની ૪ વર્ષ અને ૭ મહિનાની બાળકી ત્રિયાંશી કૃપેશ ઘરડાંડિયાઍ સ્વીમિંગના ક્ષેત્રમાં સિદ્ધિ મેળવી ઇન્ડિયા બુક ઓફ રેકર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. નાની ઉંમરે મોટી સિદ્ધિ મેળવી તેણે પરિવાર અને દેશનું ગૌરવ વધાર્યું છે.
ત્રીયાંશીઍ બેકસ્ટ્રોક સ્વીમિંગમાં ૨ મિનિટ અને ૩૭ સેકન્ડમાં અંતર પૂર્ણ કરી આ રેકોર્ડ હાંસલ કર્યો છે. નાની ઉંમર અને મોટા સપનાઓ સાથે યોગ્ય માર્ગદર્શન મળતા બાળકો કેવી કામગીરી કરી શકે છે તેનું ઉદાહરણ ત્રીયાંશી બની છે.
ત્રીયાંશીના પિતા શુભમ ગ્રુપના બિલ્ડર  કૃપેશ , માતા  છાયાલી અને કોચ  મહાવીરસિંહ ગોહિલ  તેમજ સમગ્ર પરિવારના પ્રોત્સાહનનું આ પરિણામ છે. બેકસ્ટ્રોક સ્વીમિંગની પ્રેક્ટિસ અને ટેકનિક પર મહેનત કરી ત્રીયાંશીઍ આ લક્ષ્ય હાંસલ કર્યું છે.
લાયન્સ ક્લબ સાથે જોડાયેલા દાદા-દાદી નવિનભાઈ - ઉષાબેનઍ જણાવ્યું કે પરિવારે નાનપણથી જ ત્રીયાંશીની પ્રતિભાને ઓળખી તેને સ્વીમિંગ માટે પ્રેરિત કરી હતી. કાકા લોયર મિત ઘરસંડીયાઍ ત્રીયાંશીને જલપરી ઉપનામથી સન્માનિત કરી છે. ત્રીયાંશીની આ ઐતિહાસિક અને અદભુત સિદ્ધિ બદલ ઇન્ડિયા બુક ઓફ રેકર્ડ દ્વારા તેને મેડલ, સર્ટિફિકેટ અને રેકોર્ડ બુક આપી સન્માનિત કરવામાં આવી હતી. ભવિષ્યમાં તે દેશ માટે ઓલિમ્પિક જેવા મોટા મંચ પર ભારતનું નામ રોશન કરે તેવી શાનદાર સફળતાની શુભકામનાઓ સમગ્ર વાપી શહેર વતી મળી રહી છે.