વલસાડ- પારડીમા ટ્રેક્ટર દીવાલમાં અથડાવનાર ચાલક સામે ગુનો નોંધાયો
- byDamanganga Times
- 10 August, 2026
વલસાડ, તા. ૯ ઃ વલસાડના શહેરના વલસાડ પારડી વિસ્તારમાં આવેલા વાડી ફળિયામા નગરપાલિકાના ટ્રેક્ટર ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી રસ્તા પરની દીવાલમાં અથડાવી અકસ્માત સર્જ્યો હતો.
વલસાડ શહેરના વલસાડ પારડીમાં નગરપાલિકામાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો યુવક ટ્રેક્ટર નંબર પ્ભ્-૪૫-ક્ષ્ઝ઼-૭૬૩૧ લઈને પસાર થઈ રહ્ના હતો. તે દરમિયાન તેણે પોતાનું વાહન ગફલતભરી અને બેદરકારીપૂર્વક હંકારીને અન્ય લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતે રસ્તા પરની ઍક દીવાલમાં ધડાકાભેર અથડાવી દીધું હતું. જે અંગે સ્થાનિક ગુલામભાઈ ઊંટે-ફાંદ વકીલે ૧૧૨ નંબર પર કૉલ કરીને પોલીસને જાણ કરી હતી. કંટ્રોલ રૂમમાંથી માહિતી મળતાં જ વલસાડ સીટી પોલીસ મથક તેમની ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે ટ્રેક્ટર ચાલક દીપકભાઈ પાંગલાભાઈ રાઠવા ઉં. વ. ૩૨ હાલ રહે. નગરપાલિકા સ્કૂલ, વલસાડ, મૂળ રહે. માણકાડા, મધ્ય પ્રદેશ ને ધરપકડ કરી હતી.
