Damanganga Times.

Damanganga Times.

August 10, 2026

ઍસબીપીપી સભાસદોને ૨૦ ટકા ડિવિડન્ડ આપશે

ઍસબીપીપી સભાસદોને ૨૦ ટકા ડિવિડન્ડ આપશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૦૯ ઃ  પારડીમાં આવેલ નગરપાલિકાના વડાપ્રધાન મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલમાં આજરોજ ઍસબીપીપી કોપરેટીવ બેંક લિમિટેડ સિડયુલ બેંકની ૯૭ વાર્ષિક સાધારણ સભા મળી હતી. આ સાધારણ સભામાં બેંકને થયેલો રૂ. ૧૬.૩૭ કરોડના ચોખ્ખા નફા અંગેની ચર્ચા કરવામાં આવી હતી સાથે સભાસદોને ૨૦ ટકા ડિવિડન ચાલુ રહેશે. સાથે ૫૧ ટકા ડિરેક્ટરો કાયદાકીય જાણકારી સાથે શિક્ષિત હોવા જોઈઍ જેવા મુદ્દાઓ રજૂ કરી ચર્ચા કરવામાં આવી હતી. જે ચર્ચામાં પેટા નિયમ સુધારા અને અન્ય બાબતોને સર્વનામતે ઠરાવ કરી મંજૂર કરવામાં આવી હતી. અહીં આજે બપોરે ઍસબીપીપી કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડના કસ્ટોડિયન રાજેશભાઈ રાણાના અધ્યક્ષ સ્થાને બેન્કના ઍમ.ડી. સિદ્ધાર્થ શુક્લા, આસિસ્ટન્ટ જનરલ મેનેજર નિલય દેસાઈ, જ્યોતિબેન દેસાઈ, ચીફ ઍકાઉન્ટન્ટ જાગૃતિબેન શાહ સાથે બેંકના માજી ચેરમેન અને ડિરેકટરો સહિત વિશાળ સંખ્યામાં સભાસદોની ઉપસ્થિતિમાં ૯૭મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં છેલ્લી વાર્ષિક સાધારણ સભાના અહેવાલને બહાલી સાથે ઠરાવ મંજૂર કરવામાં આવ્યા હતા. બેંકના કસ્ટોડિયન રાજેશભાઇ રાણાઍ બેîકની પ્રગતિનલ અહેવાલ રજુ કરતાં  જણાવ્યું હતું કે, તા. ૩૧-૦૩-૨૦૨૬ના રોજ પૂરા થયેલ નાણાંકીય વર્ષમાં ચોખ્ખો નફો ૧૬. ૩૭ કરોડ થયેલ છે. અને બેંકની ડિપોઝિટ રૂ. ૧૧૭૮.૮૮ કરોડ થઈ છે. તે પૈકી સેવિંગ ડિપોઝિટ રૂ. ૩૫૮.૧૯ કરોડ, કરંટ ડિપોઝિટ રૂ. ૯૦.૦૫ કરોડ અને ટર્મ ડિપોઝિટ રૂ. ૭૩૦.૬૪ કરોડની છે.
વધુમાં  ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના પ્રયત્નથી બેંક ના બોર્ડ ઓફ ડિરેક્ટરો બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો તથા સ્ટાફના અવિરત પ્રયત્નોથી સરકાર તરફથી ઍસબીપીપી બેંકને ‘બેંક ફોર ઍક્સપેન્સ ઓફ બેંક ગેરેન્ટી’ના લિસ્ટમાં સામેલ કરવામાં આવેલ છે. તેમણે સભાસદને મળતા બે લાખના ઇન્સ્યોરન્સ અને અન્ય બાબતોની જાણકારી પણ આપી હતી.
બેંકના ડિરેક્ટર હેમંતભાઈ ભગતે ૫૧ „ ડિરેક્ટર કેવા હોવા જોઈઍ ? ઍ બાબતનો સવાલ કરતા મેનેજિંગ ડિરેક્ટર સિદ્ધાર્થ શુક્લાઍ જણાવ્યું હતું કે રિઝર્વ બેન્કના રૂલ્સ પ્રમાણે કાયદાના જાણકાર, અર્થશાસ્ત્ર સાથે હિસાબના જાણકાર હોવા જોઈઍ ઍ બાબતે પ્રકાશ પાડ્યો હતો. બેîકની સામાન્યસભામાં આગામી ચૂંટણીના સમય અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તથા બેîકના રૂ. ૧૪ કરોડ રિકવરીની તાત્કાલિક વસૂલાતની પણ માંગણી ઉઠી હતી. વધુમાં બેંકની સભા ઓનલાઈન થનાર હતી જે હવે કાયમ ફિઝિકલી થશે ઍવો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેîકની આગામી ચૂંટણી પૂર્વેની સામાન્યસભા હોવાથી આ સભામાં મોટી સંખ્યામાં સભાસદોની અને બેંકના કર્મચારી, નાગરિકોની ઉપસ્થિત રહ્ના હતાં.