Damanganga Times.

Damanganga Times.

August 10, 2026

વાપીમાં પૂરગ્રસ્ત વાહનોના માલિકોને બેવડો ફટકો

વાપીમાં પૂરગ્રસ્ત વાહનોના માલિકોને બેવડો ફટકો


(મનોજ ભંડારી દ્વારા)
વાપી, તા. ૦૯ ઃ વાપી પંથકમાં ગત તા. ૨૩ અને ૨૪ જુલાઈના રોજ પડેલા ભારે વરસાદ અને દમણગંગા નદી, કોલક તથા બિલખાડી નદીમાં આવેલા ભારે પૂરના કારણે અનેક રહેણાંક વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ભરાઈ જતાં લોકોના વાહનોને પણ મોટાપાયે નુકસાન થયું હતું. સોસાયટીઓના પાર્કિંગ તેમજ મકાનો અને બંગલાઓની બહાર પાર્ક કરાયેલા બાઈક, મોપેડ, કાર, લક્ઝરી કાર, ટેમ્પો અને ટ્રક સહિતના અનેક વાહનો પાણીમાં ડૂબી ગયા હતા. વાહન માલિકોઍ પોતાના વાહનોનો વીમો જે તે કંપની પાસેથી કરાવ્યો હોવાથી નુકસાનગ્રસ્ત વાહનોના વીમા ક્લેમ માટે વીમા કંપનીઓના ઍજન્ટો અને સર્વિસ સેન્ટરોનો સંપર્ક કર્યો હતો. જોકે, વાહન માલિકોના આક્ષેપ મુજબ કેટલાક કિસ્સામાં વીમા કંપનીઓ દ્વારા વાહનોના સર્વે કરવામાં તેમજ ક્લેમ મંજૂર કરવામાં વિલંબ થઈ રહ્ના છે. જેના કારણે વાહન માલિકોને વારંવાર વીમા કંપની, ઍજન્ટ અને સર્વિસ સેન્ટરના ધક્કા ખાવા પડી રહ્ના છે.
બીજી તરફ, પૂરગ્રસ્ત વાહનો રિપેર કરાવવા માટે સર્વિસ સેન્ટર, ગેરેજ અને સ્પેરપાર્ટ્સની દુકાનોમાં જતા વાહન માલિકોને કથિત રીતે વધુ ખર્ચનો સામનો કરવો પડી રહ્ના છે. વાહન માલિકોના જણાવ્યા મુજબ કેટલીક ઍજન્સીઓ, ગેરેજ સંચાલકો અને સ્પેરપાર્ટ્સના વેપારીઓ દ્વારા પાણીમાં ખરાબ થયેલા વાહનોના સ્પેરપાર્ટ્સ તેમજ રિપેરિંગના ભાવમાં અચાનક વધારો કરવામાં આવ્યો છે. કેટલાક કિસ્સામાં સ્પેરપાર્ટ્સ અને રિપેરિંગના ભાવ ત્રણથી ચાર ગણાં સુધી વસૂલવામાં આવતા હોવાના આક્ષેપો પણ થઈ રહ્ના છે. પૂરના કારણે પહેલેથી જ આર્થિક નુકસાન ભોગવી રહેલા વાહન માલિકો માટે વીમા ક્લેમની પ્રક્રિયામાં વિલંબ અને વધેલા રિપેરિંગ ખર્ચને કારણે મુશ્કેલી વધુ વધી છે. વાહન માલિકોનું કહેવું છે કે વીમા પોલિસી માટે નિયમિત પ્રીમિયમ ચૂકવ્યા હોવા છતાં નુકસાનના સમયે ક્લેમની પ્રક્રિયા સરળતાથી અને સમયસર થવી જોઈઍ. આ સમગ્ર મામલે વાહન માલિકો દ્વારા સંબંધિત વીમા કંપનીઓ તેમજ વાહન રિપેરિંગ અને સ્પેરપાર્ટ્સના વેપારીઓ સામે ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ ફરિયાદ કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.