કપરાડાના ગામોમાં સહાય કીટ વિતરણ કરાઈ
- byDamanganga Times
- 10 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
કપરાડા, તા. ૦૯ ઃ મુંબઇ મહારાષ્ટ્ર સુધી પહોંચવા પામ્યો હતો જેને લઇ મુલુંડ મુંબઈ લાયન્સ ક્લબ ના પ્રેસિડેન્ટ રાજેશ ઠક્કર તથા તેમની ટીમ ને મળતાં જ તેમણે પારડી લાયન્સ કલબ ઓફ પારડી પર્લ નો સંપર્ક કરી પુરગ્રસ્ત પરિવારો ને મદદ કરવાની ઇચ્છા વ્યકત કરી હતી અને જેને લઇ મુંબઈ થી સામાન ભેગુ કરી ને સરસ મજાની થોડા દિવસ ચાલે તેવી ખાવાનું ખાઇ શકાય તેવી રાશન ની કિટ , વાસણો, તાલપત્રી, કપડા છત્રી વિગેરે તૈયાર કરવામાં આવી હતી. જે કિટ તેમના સ્ટાફ સાથે લાયન્સ ક્લબ ઓફ પારડી પર્લ તથા કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં વરસાદ નો ભોગ બનેલા ૫૦ થી વધુ કુટુંબોને અનાજ, રાશન વાસણો તાલપત્રી છત્રી વગેરેની મદદ પુરી પાડી છે જેમાં લાયન્સ કલબ ઓફ મુલુંડ મુંબઈ ના પ્રેસિડેન્ટ રાજેશ ઠક્કર લાયન્સ સેક્ટરી પલ્લવી અગ્વાલ લાયન્સ ગૌરવ શાહ, લાયન્સ દિલીપ સીરગાવકર, સુરત થી લાયન્સ મોના દેસાઇ, લાયન્સ ક્લબ ઓફ પારડી પર્લના પ્રેસિડેન્ટ લા. પ્રેમલસિંહ ચૌહાણ, ખજાનચી લા.ભરતભાઇ દેસાઈ ઉપરાંત ક્લબ મેમ્બર્સ શાંતિલાલ પટેલ, લાયન્સ કેઝાર મુસાની કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટના નિતિન પટેલ સાથે રહીને પુરપીડિતો ને ૫૦ જેટલા પરિવારો ને રોજીંદા જીવન જરૂરિયાત ની કિટ વિતરણ કરવામાં આવી હતી.
