કપરાડા-નાનાપોંઢામાં વરસાદથી ભેખડો ધરાશાઈ થઈ
- byDamanganga Times
- 10 August, 2026
દક્ષિણ ગુજરાતમાં ચાલુ ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદની અસર કપરાડા અને નાનાપોંઢા તાલુકાના ડુંગરાળ વિસ્તારોમાં જોવા મળી રહી છે. સતત અને અતિભારે વરસાદના કારણે તાલુકાના અનેક ડુંગરોમાં ઘરસાઈની ઘટનાઓ સામે આવી છે. કેટલાક વિસ્તારોમાં ડુંગરોની માટી અને પથ્થરો ધસી આવતાં ખેતરો, રસ્તાઓ તેમજ રહેણાંક મકાનોને અસર પહોંચી છે. વરસાદના દિવસો દરમિયાન સર્જાયેલી આ પરિસ્થિતિ બાદ આજે પણ કેટલાક ડુંગરો જોખમી સ્થિતિમાં જોવા મળી રહ્ના છે.
કપરાડા અને નાનાપોંઢા તાલુકો ડુંગરાળ અને જંગલ વિસ્તાર ધરાવતો હોવાથી અહીં ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડતો હોય છે. આ વર્ષે પણ અનેક વિસ્તારોમાં લાંબા સમય સુધી વરસાદ વરસ્યો હતો. સતત વરસતા વરસાદના કારણે ડુંગરોની જમીનમાં પાણીનું પ્રમાણ વધ્યું હતું અને જમીન નરમ બનતાં અનેક સ્થળોઍ માટીનું ધોવાણ શરૂ થયું હતું. પરિણામે ડુંગરોના ઢોળાવો પરથી માટી અને પથ્થરો નીચે ધસી આવ્યા હતા.
અનેક સ્થળોઍ ખેતરોમાં માટી ધસી આવી
ડુંગરાળ વિસ્તારોમાં લોકો ડુંગરોના ઢોળાવની આસપાસ ખેતી કરતા હોવાથી ઘરસાઈની સીધી અસર ખેતીની જમીન પર પડી છે. કેટલાક સ્થળોઍ ડુંગરની ઉપરથી માટી અને કાદવ ધસી આવી ખેતરોમાં ફેલાઈ ગયો હતો. જેના કારણે પાકને નુકસાન થવાની સાથે ખેતીની જમીન પણ ધોવાઈ ગઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્ના છે.
ખેડૂતો માટે ચોમાસું ખેતીની દૃષ્ટિઍ સૌથી મહત્વપૂર્ણ સમય હોય છે. આવા સમયે ખેતરમાં માટી અને પથ્થરો ધસી આવવાથી પાકની જાળવણી મુશ્કેલ બને છે. કેટલીક જગ્યાઍ ખેતરો સુધી પહોંચવાના રસ્તાઓ પણ માટીથી ઢંકાઈ ગયા હતા. પરિણામે ખેડૂતોને ખેતરમાં જવા-આવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
રસ્તાઓ પર પણ માટી અને કાદવ
ડુંગરોની ઘરસાઈના કારણે કેટલાક આંતરિક રસ્તાઓ ઉપર માટી, કાદવ અને નાના-મોટા પથ્થરો ધસી આવ્યા હતા. વરસાદ ચાલુ રહે ત્યારે આવા રસ્તાઓ પરથી વાહનવ્યવહાર કરવો જોખમી બની જાય છે. ખાસ કરીને ગામડાં અને ફળિયાઓને જોડતા રસ્તાઓ પર આવી સ્થિતિ સર્જાતાં સ્થાનિક લોકોને અવરજવરમાં મુશ્કેલી પડે છે.
કેટલાક સ્થળોઍ રસ્તાની બાજુના ડુંગરોનું ધોવાણ થયું હોવાથી ભવિષ્યમાં વધુ વરસાદ પડે તો રસ્તા પર ફરીથી માટી અને પથ્થરો ધસી આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રસ્તા ઉપર અચાનક માટી ધસી આવવાથી વાહનચાલકો માટે પણ જોખમ ઊભું થઈ શકે છે.
ઘરો સુધી પહોંચી માટી
ડુંગરોની નજીક વસવાટ કરતા પરિવારોમાં પણ વરસાદને લઈને ચિંતા જોવા મળી રહી છે. કેટલાક વિસ્તારોમાં ડુંગર પરથી ધસી આવેલી માટી ઘરોની આસપાસ સુધી પહોંચી હતી. ક્યાંક ઘરના પાછળના ભાગમાં માટીનો ભરાવો થયો હતો તો ક્યાંક ઘરની આસપાસનું જમીનનું ધોવાણ થયું હતું.
ડુંગરના ઢોળાવની નજીક આવેલા ઘરો માટે આ સ્થિતિ વધુ ચિંતાજનક છે. જો સતત વરસાદ પડે અને જમીનમાં પાણીનું પ્રમાણ વધે તો નબળી બનેલી જમીન ફરી ધસી આવવાની શક્યતા રહે છે. તેથી આવા વિસ્તારોમાં રહેતા પરિવારોમાં હાલ પણ ભયનો માહોલ જોવા મળે છે.
અડધા ઘસાયેલા ડુંગરો હજુ જોખમી
વરસાદની અસર માત્ર ભૂતકાળની ઘટના બનીને રહી નથી. તાલુકાના કેટલાક વિસ્તારોમાં આજે પણ અડધા ઘસાઈ ગયેલા ડુંગરોના ઢોળાવો જોખમી સ્થિતિમાં જોવા મળે છે. ડુંગરનો ઍક ભાગ ધસી ગયો છે, જ્યારે બાકીનો ભાગ ઢોળાવ પર જાણે લટકી રહ્ના હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્ના છે.
આવા ડુંગરોમાંથી જો ફરીથી માટી કે પથ્થરો ધસી આવે તો નીચે આવેલા રસ્તા, ખેતરો અથવા મકાનોને નુકસાન થઈ શકે છે. ખાસ કરીને આગામી દિવસોમાં ફરી ભારે વરસાદ થાય તો આ સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
મસમોટી તિરાડોઍ વધારી ચિંતા
કેટલાક ડુંગરોના ભાગોમાં મોટી અને પહોળી તિરાડો પણ જોવા મળી રહી છે. વરસાદી પાણી આ તિરાડોમાં ઉતરતું રહે તો જમીનની અંદર ભેજ વધવાની સાથે જમીન વધુ નબળી પડી શકે છે. આવી સ્થિતિમાં ડુંગરનો મોટો હિસ્સો ખસી જવાની સંભાવના રહે છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે હાલમાં દેખાતી તિરાડો માત્ર સામાન્ય જમીન ફાટવાની ઘટના નથી, પરંતુ આગામી વરસાદ દરમિયાન તેની ગંભીર અસર થઈ શકે છે. જો તિરાડોમાં સતત પાણી ઉતરતું રહેશે તો ઘરસાઈનું પ્રમાણ વધી શકે છે.
હાલમાં વરસાદમાં થોડો વિરામ જોવા મળ્યો હોય તેમ છતાં લોકોની ચિંતા ઓછી થઈ નથી. કારણ કે ચોમાસું હજુ બાકી છે અને આગામી દિવસોમાં ફરી ભારે વરસાદ પડવાની શક્યતા રહે છે. ખાસ કરીને અગાઉથી ઘરસાઈ થયેલા ડુંગરો પર વધુ વરસાદ પડે તો જમીન વધુ નબળી બની શકે છે.
સ્થાનિકોનું માનવું છે કે જ્યાં ડુંગરો પર મોટી તિરાડો પડી છે અને જ્યાં પહેલેથી જ ઘરસાઈ થઈ છે તેવા સ્થળોની તાત્કાલિક તપાસ કરવી જરૂરી છે. જોખમી સ્થળોની ઓળખ કરીને ત્યાં જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના ટાળી શકાય.
જોખમી સ્થળોનું સર્વેક્ષણ જરૂરી
સ્થાનિક લોકો દ્વારા ડુંગરોની ઘરસાઈ થયેલા વિસ્તારોનું તાત્કાલિક સર્વેક્ષણ કરવાની માંગ કરવામાં આવી રહી છે. જે સ્થળોઍ મોટા પ્રમાણમાં જમીન ધસી આવી છે અથવા ડુંગરોમાં તિરાડો પડી છે ત્યાં નિષ્ણાતો દ્વારા તપાસ કરવામાં આવે તેવી માગ છે. ડુંગરોની સ્થિતિ, તિરાડોની ઊંડાઈ, જમીનની ભેજ અને ઢોળાવની સ્થિરતા અંગે તકનિકી તપાસ થાય તો કયા વિસ્તારો વધુ જોખમી છે તેની જાણ થઈ શકે. આવા સ્થળોની આસપાસ રહેતા પરિવારોને પણ જરૂરી સૂચનાઓ આપી શકાય.
ડુંગરોની નજીક વસતા લોકો માટે વરસાદી ઋતુ દરમિયાન ભયનું વાતાવરણ સર્જાયું છે. દિવસ દરમિયાન ડુંગરોની ઘરસાઈના દૃશ્યો જોઈ શકાય છે, પરંતુ રાત્રિના સમયે ભારે વરસાદ પડે ત્યારે લોકોની ચિંતા વધી જાય છે. ડુંગરની નજીક રહેતા પરિવારોને ક્યારે માટી કે પથ્થરો ધસી આવશે તેની ભીતિ રહે છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે અગાઉ પણ ભારે વરસાદ દરમિયાન ડુંગરોમાંથી માટી ધસી આવવાની ઘટનાઓ બની છે. પરંતુ આ વખતે અનેક સ્થળોઍ મોટા પ્રમાણમાં ઘરસાઈ અને તિરાડો જોવા મળતાં આગામી વરસાદને લઈને ચિંતા વધી છે.
કપરાડા અને નાનાપોંઢા તાલુકાના ડુંગરાળ વિસ્તારોમાં હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને સંબંધિત તંત્ર દ્વારા જોખમી સ્થળોની ઓળખ કરવી જરૂરી બની છે. જ્યાં ડુંગરો અડધા ઘસાઈ ગયા છે અથવા મસમોટી તિરાડો પડી છે ત્યાં લોકોની અવરજવર અંગે જરૂરી સાવચેતી રાખવી જોઈઍ. સાથે જ જોખમી ડુંગરોની નજીક આવેલા રસ્તાઓ અને વસાહતોની પણ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. ભારે વરસાદની આગાહી હોય ત્યારે આવા વિસ્તારોમાં સ્થાનિક તંત્ર દ્વારા લોકોને અગાઉથી ચેતવણી આપવામાં આવે તો જોખમ ઘટાડવામાં મદદ મળી શકે.
કપરાડા અને નાનાપોંઢા તાલુકાના લોકો માટે ડુંગરો માત્ર ભૌગોલિક ઓળખ નથી, પરંતુ તેમની ખેતી, રહેઠાણ અને દૈનિક જીવન સાથે જોડાયેલા છે. તેથી ડુંગરોની ઘરસાઈને સામાન્ય વરસાદી નુકસાન તરીકે નહીં જોતા લાંબા ગાળાના જોખમ તરીકે જોવાની જરૂર છે. આગામી દિવસોમાં વધુ વરસાદ પડે તે પહેલાં જોખમી ડુંગરોનું નિરીક્ષણ, તિરાડોનું સર્વેક્ષણ અને જરૂરી સુરક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી સ્થાનિક લોકોમાં માંગ છે. હાલની સ્થિતિમાં સૌથી મોટી ચિંતા ઍ છે કે વરસાદથી અગાઉ નબળા બનેલા ડુંગરો આગામી ભારે વરસાદનો કેટલો માર સહન કરી શકશે. જો સમયસર તકેદારી નહીં રાખવામાં આવે તો ડુંગરોની વધુ ઘરસાઈથી ખેતરો, રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોને નુકસાન થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
