અંબાચ-પંડોરમાં પૂરપીડિતોને જરુરી ચીજવસ્તુઅોનું વિતરણ કરાયું
- byDamanganga Times
- 10 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
નાનાપોîઢા, તા. ૦૯ ઃ વર્ષ ૨૦૨૬ દરમિયાન પડેલા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિથી અસરગ્રસ્ત પરિવારોની મદદ માટે મા રેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને હિન્દુસ્તાન યુનિલિવર મિત્ર મંડળના સંયુક્ત ઉપક્રમે રાહત અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત અંબાચ અને પંડોર ગામના પૂરપીડિત પરિવારોને જીવનજરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત મળી રહે અને તેમની રોજિંદી જરૂરિયાતો પૂરી થઈ શકે તે હેતુથી સંસ્થાઓ દ્વારા રાહત સામગ્રી તૈયાર કરવામાં આવી હતી. જેમાં રાશન કિટ ઉપરાંત ચટાઈ, પ્લાસ્ટિકની ડોલ, ચાદર સહિતની જરૂરી ઘરવપરાશની વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
અંબાચ તથા પંડોર ગામમાં યોજાયેલા વિતરણ કાર્યક્રમ દરમિયાન અસરગ્રસ્ત પરિવારોને આ જીવનજરૂરી સામગ્રી આપવામાં આવી હતી. મા રેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને હિન્દુસ્તાન યુનિલિવર મિત્ર મંડળ દ્વારા હાથ ધરાયેલા આ રાહત અભિયાનની ગ્રામજનો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. સંસ્થાઓના પ્રતિનિધિઓઍ જણાવ્યું હતું કે કુદરતી આફતના સમયમાં અસરગ્રસ્ત પરિવારોને શક્ય તેટલી મદદ પહોંચાડવા માટે સંસ્થા સતત પ્રયત્નશીલ રહેશે. આ રાહત અભિયાનથી અંબાચ અને પંડોર ગામના અસરગ્રસ્ત પરિવારોને રોજિંદા જીવનમાં ઉપયોગી થતી જરૂરી સામગ્રી મળી રહેતાં તેઓઍ સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
