Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

વાપીમાં ઍટ્રોસિટી કેસનો આરોપી જેલમાં ધકેલાયો

વાપીમાં ઍટ્રોસિટી કેસનો આરોપી જેલમાં ધકેલાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૭ ઃ વાપીના કુંભારવાડા વિસ્તારમાં ઍટ્રોસિટી ઍક્ટ હેઠળ નોંધાયેલા કેસમાં પોલીસે મુખ્ય આરોપી વિક્કી પંચાલની ધરપકડ કરી તેને નવસારી જેલ હવાલે કર્યો છે. જ્યારે આ કેસમાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓ હજુ ફરાર છે અને પોલીસ તેમની શોધખોળ કરી રહી છે.
પ્રા માહિતી મુજબ ફરિયાદી રમેશ છગન ધોળિયા પટેલઍ વાપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે કુંભારવાડા વિસ્તારમાં રહેતાં આરોપી વિક્કી પંચાલઍ તેમને ઘર આગળના મંદિરની છત તોડી પાડવા કહી ધમકી આપી જાતિવિષયક ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદના આધારે વાપી પોલીસે ઍટ્રોસિટી ઍક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન પોલીસે મુખ્ય આરોપી વિક્કી પંચાલને ઝડપી પાડી તેની ગઈ કાલેજ ધરપકડ કરી હતી. આજે કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને નવસારી જેલમાં  મોકલવામાં આવ્યો છે. આ કેસમાં અન્ય ત્રણ ઇસમોની ધરપકડ બાકી છે.