Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

રણકપુર ટ્રેનમાં મહિલાના ૩.૬૨ લાખના દાગીના અને રોકડની ચોરી

રણકપુર ટ્રેનમાં મહિલાના ૩.૬૨ લાખના દાગીના અને રોકડની ચોરી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૭ ઃ રણકપુર ઍક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલી ઍક પાલઘરની ઍક મહિલા  નું  ૩,૬૨,૫૦૦ની કિંમતના દાગીના અને રોકડ ભરેલું લેડીઝ પર્સ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરીને ફરાર થઈ ગયો હોવાની બનતા પાલઘર રેલવે પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
મૂળ  રાજસ્થાન  પાલી અને હાલ પાલઘરમાં રહેતા ૫૦ વર્ષીય ગૃહિણી ઉમેશ ચૌધરી ગત ૨૧ જૂન ૨૦૨૬ના રોજ સોમેશ્વર રેલવે સ્ટેશન પરથી રણકપુર ઍક્સપ્રેસ ટ્રેન ના કોચ નં. લ્૩ માં ે મુસાફરી કરી રહ્ના હતા. રાત્રે તેમણે પોતાનું ચોકલેટ રંગનું પર્સ સીટ પર પોતાની પાસે રાખી સુઈ ગયા હતા.  
જ્યારે ટ્રેન નવસારી રેલવે સ્ટેશન પરથી પસાર થઈ ત્યારે તેમની ઊંઘ ઊડી જતાં જોયું તો સીટ પર રાખેલું પર્સ ગાયબ હતું. કોઈ અજાણ્યા ચોરે ઊંઘનો લાભ ઉઠાવી પર્સ તારવી લીધું હોવાની ખાતરી થતાં અંતે તેમણે પાલઘર રેલવે પોલીસ સ્ટેશનમા સોનાનું મંગળસૂત્ર, સોનાનો ટીકો, સોનાની નથ
રોકડ રૂપિયા ૨૫૦૦ મળી કુલ મુદ્દામાલ ૩,૬૨,૫૦૦ નો મુદ્દા માલ ચોરી થવાની ઘટના બનતા  પાલઘર રેલવે પોલીસ મથકમાં મહિલાઍ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ ચાલી રહી છે જોકે ટ્રેન નવસારી આસપાસ હતી ત્યા ઘટના બની હોવાથી રેલવે પોલીસ સીસીટીવી ફુટેજ અને શંકાસ્પદોની પૂછપરછના આધારે ચોરનું પગેરુ   મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.