Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

વાપીમાં ડ્રગ્સ મટીરીયલ સપ્લાય કરનારની જામીન નામંજૂર

વાપીમાં ડ્રગ્સ મટીરીયલ સપ્લાય કરનારની જામીન નામંજૂર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૭ ઃ વાપીના ચલા વિસ્તારમાં ગત વર્ષે પકડાયેલા કરોડોના મેફેડ્રોન ડ્રગ્સ કેસમાં ડ્રગ્સ બનાવવા માટે મટીરીયલ સપ્લાય કરનાર આરોપીની રેગ્યુલર જામીન અરજી વલસાડની સ્પેશિયલ ફઝ઼ભ્લ્ કોર્ટે નામંજૂર કરી છે. વાપીના ચલા ખાતે મોહિદ ટાવરની બાજુમાં આવેલા ઍક બંગલામાં ગુજરાત ખ્વ્લ્ દ્વારા તા. ૩/૧૦/૨૦૨૫ના રોજ રેડ પાડવામાં આવી હતી. આ રેડ દરમિયાન બંગલામાંથી ૫૯૦૦ ગ્રામ મેફેડ્રોન/મેંડ્રેક્સ જેની કિંમત અંદાજે રૂ. ૨૯.૫૦ કરોડ થાય છે તેવો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.
આ કેસમાં પોલીસે મનોજ રાજનેતસિંગ ઠાકુર, સોનુ જનકરામ ભારદ્વાજ, વિવેક રાય અને નિલેશ શ્રીધર પાંડે સામે ફઝ઼ભ્લ્ ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. જેમાંથી નિલેશ શ્રીધર પાંડે, સોનુ ભારદ્વાજ અને બાદમાં મનોજ ઠાકુરની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આરોપી વિવેક રાયને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ કેસમાં આરોપી નિલેશ શ્રીધર પાંડે, રહે. સ્ટાર બંગલો, શ્રીનાથજી નગર, ચલા વાપીની ગુજરાત ખ્વ્લ્ દ્વારા ધરપકડ કરી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ચાર્જશીટ બાદ આરોપી દ્વારા રેગ્યુલર જામીન મેળવવા અરજી કરવામાં આવી હતી.વલસાડ ફઝ઼ભ્લ્ ઍક્ટ હેઠળના સ્પેશિયલ જજ નિપા રાવલ*ની કોર્ટ સમક્ષ સુનાવણી દરમિયાન સરકારી વકીલ અનિલ ત્રિપાઠીઍ આરોપીની સંડોવણી અને ગુનાની ગંભીરતા અંગે દલીલો કરી હતી. કોર્ટે સરકારી વકીલની દલીલો ગ્રાહ્ના રાખી આરોપી નિલેશ પાંડેની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો છે.
હાલ કેસની વધુ તપાસ ગુજરાત ખ્વ્લ્ દ્વારા ચાલુ છે.